GPS : ભારતનું Carrier-6: એકસાથે 6 ડ્રોન ઉડાડી શકે તેવી ‘મધરશિપ’, Nation’s Pride
ભારતનું Carrier-6: એકસાથે 6 ડ્રોન ઉડાડી શકે તેવી ‘મધરશિપ’, GPS વગર પણ કરશે સર્ચ અને ટાર્ગેટ ડિટેક્શન GPS India Carrier-6 Drone News 2026: ભારતની ડિફેન્સ ટેક્નોલોજીમાં ડ્રોન વોરફેરને લઈને એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. Carrier-6 Multi-Drone Mothership System નામની સ્વદેશી સિસ્ટમને ભારતીય સેનાની સર્વેલન્સ અને ટાર્ગેટ ડિટેક્શન ક્ષમતાને વધુ મજબૂત બનાવતી ટેક્નોલોજી તરીકે રજૂ કરવામાં આવી છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે એક ‘મધરશિપ’ પ્લેટફોર્મમાંથી એકસાથે અનેક નાના ડ્રોનને ઓપરેટ કરી શકાય છે અને સિસ્ટમ GPS વગર પણ કામગીરી કરી શકે છે. તાજેતરના અહેવાલ મુજબ આ સિસ્ટમ ખાનગી કંપની AndroAir દ્વારા સરકારી ડિફેન્સ કંપની Bharat Electronics Limited (BEL) સાથે મળીને વિકસાવવામાં આવી છે. આ નવી ટેક્નોલોજીનું મહત્વ ખાસ કરીને એવા યુદ્ધક્ષેત્રોમાં વધી જાય છે…






