બેબી જોન સ્ટાર વરુણ ધવન દીકરી અને પત્ની સાથે નવા ઘરમાં શિફ્ટ થયો? આટલા કરોડમાં આલીશાન બંગલો ખરીદ્યો

વરુણ ધવન અને તેની ફેશન ડિઝાઈનર પત્ની નતાશા દલાલે મુંબઈના જુહુ વિસ્તારમાં એક વૈભવી અને મોંઘી મિલકત ખરીદી છે. IndexTap દ્વારા પ્રાપ્ત માહિતી દર્શાવે છે કે વરુણ ધવનનું આ નવું લક્ઝરી એપાર્ટમેન્ટ જુહુ, મુંબઈમાં આવેલું છે. આ લક્ઝરી એપાર્ટમેન્ટ સાતમા માળે છે. MahaRERAના એક અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટ 31 મે, 2025 સુધીમાં પૂર્ણ થશે, ત્યારબાદ તેઓ તેમના નવા -> મકાનમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે :- અભિનેતાના ઘરની કિંમત કેટલા કરોડ છે? ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વરુણ ધવન અને નતાશા દલાલના આલીશાન ઘરની કિંમત 44.52 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 5,112 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ ઘરમાં 4 કાર પાર્કિંગ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે દંપતીએ ગયા વર્ષે 3 ડિસેમ્બરે તેમની મિલકતની નોંધણી પૂર્ણ…