સંજય રોયને આજીવન કેદ મમતા સરકારને નથી મંજુર, ફાંસીની સજા અપાવવા માટે હાઇકોર્ટમાં માંગ

પશ્ચિમ બંગાળ સરકાર આરજી કાર મેડિકલ કોલેજ રેપ-મર્ડર કેસમાં કોલકાતા હાઈકોર્ટમાં પહોંચી છે. મમતા સરકારે આ કેસમાં દોષિત સંજય રોયને આજીવન કેદની સજા કરવાના સિયાલદહ કોર્ટના નિર્ણય સામે આ વલણ અપનાવ્યું છે. એડવોકેટ જનરલ કિશોર દત્તાએ જસ્ટિસ દેવાંશુ બાસાકની ખંડપીઠમાં અરજી દાખલ કરીને સંજય રોયને મૃત્યુદંડની માંગણી કરી છે. RGKar રેપ-મર્ડર કેસમાં સજાની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં એવી અટકળો હતી કે ગુનેગારને ફાંસીની સજા થશે પરંતુ તે મહત્તમ સજામાંથી બચી ગયો. -> સિયાલદહ કોર્ટે મોતની સજા કેમ ન આપી? :- સજાની જાહેરાત પહેલા થયેલી સુનાવણીમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસે આ સમગ્ર કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવ્યો ન હતો. તેનો અર્થ એ…