બંધ રૂમમાં જાતિસૂચક અપશબ્દો બોલાયા, બહાર કોઈ હાજર ન હોય તો SC/ST Actની કલમો નહીં લાગે: સુપ્રીમ કોર્ટ

જાતિસૂચક અપમાન અને અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (SC/ST Act)ને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. 20 ઓગસ્ટ 2026ના રોજ Supreme Court of Indiaએ કહ્યું કે માત્ર ઘટના સ્કૂલ, ઓફિસ કે અન્ય જાહેર સંસ્થા જેવા સ્થળના પરિસરમાં બની હોવાના કારણે તેને કાયદાની દૃષ્ટિએ “Public View”માં બનેલી ઘટના માની શકાય નહીં. જો જાતિસૂચક અપમાન બંધ રૂમમાં થયું હોય અને ત્યાં કોઈ સામાન્ય વ્યક્તિ હાજર ન હોય કે તે અપશબ્દો સાંભળી ન શકે, તો SC/ST Actની કલમ 3(1)(r) અને 3(1)(s)ના જરૂરી તત્ત્વો પૂર્ણ થતા નથી. શું હતો સમગ્ર મામલો? આ કેસ ઉત્તર પ્રદેશની એક સ્કૂલ સાથે સંબંધિત છે. સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા બાદ તેમના પિતા સ્કૂલ મેનેજર પાસે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ ત્યાં…

સુપ્રીમ કોર્ટનો યુવા વકીલોને મોટો ફાયદો: સિવિલ જજ બનવા માટે 3 વર્ષ નહીં, હવે 1 વર્ષનો અનુભવ

દેશભરના લો ગ્રેજ્યુએટ્સ અને યુવા વકીલો માટે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ રાહત આપી છે. 21 ઓગસ્ટ 2026ના રોજ સુપ્રીમ કોર્ટે સિવિલ જજ (જુનિયર ડિવિઝન)ની ભરતી માટે અગાઉ નક્કી કરાયેલા ત્રણ વર્ષના પ્રેક્ટિસના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. હવે લાંબા ગાળે એન્ટ્રી-લેવલ જ્યુડિશિયરી પરીક્ષામાં બેસવા માટે ઓછામાં ઓછા એક વર્ષનો વાસ્તવિક વકીલાતનો અનુભવ જરૂરી રહેશે. જોકે, હાલની ભરતી માટે કોર્ટ દ્વારા અલગ ટ્રાન્ઝિશનલ વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના મે 2025ના ચુકાદાના પુનર્વિચાર બાદ આવ્યો છે. 2025માં કોર્ટે સિવિલ જજ (જુનિયર ડિવિઝન)ની પરીક્ષા માટે ત્રણ વર્ષનો બાર પ્રેક્ટિસ અનુભવ ફરજિયાત કર્યો હતો. આ નિર્ણયથી તાજા લો ગ્રેજ્યુએટ્સ અને જ્યુડિશિયરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો સામે અચાનક મોટો પડકાર ઊભો થયો હતો. હવે કોર્ટની બેન્ચે આ નિયમમાં મર્યાદિત…

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી? ‘વંદેમાતરમ્’ વિવાદ મામલે ગાજિયાબાદ કોર્ટમાં ફરિયાદ, 8 સપ્ટેમ્બરે સુનાવણી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સામે ‘વંદેમાતરમ્’ના ગાન દરમિયાન કથિત રીતે અવરોધ ઊભો કરવાના આરોપોને લઈને ગાજિયાબાદની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ મામલો હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. ગાજિયાબાદની ACJM-દ્વિતીય MP/MLA કોર્ટ દ્વારા ફરિયાદ સ્વીકારી લેવામાં આવી હોવાનું જણાવાયું છે અને આગામી સુનાવણી માટે 8 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો 15 ઑગસ્ટના રોજ કોંગ્રેસ મુખ્યાલય ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સાથે સંબંધિત છે. કાર્યક્રમ દરમિયાન ‘વંદેમાતરમ્’નું ગાન ચાલી રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વાતચીત કરતા અને ઈશારો કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય વિવાદ ઊભો થયો હતો. હિન્દુ સેનાના નેતાએ કરી ફરિયાદ ગાજિયાબાદ કોર્ટમાં સોનિયા…

ઘરમાં પત્તા રમવું ગુનો નથી? ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, જાણો શું કહ્યું

ઘરમાં મિત્રો કે પરિવાર સાથે પત્તા રમવાની પ્રવૃત્તિને લઈને ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ કાનૂની સ્પષ્ટતા કરી છે. ગુજરાત હાઇકોર્ટના એક ચુકાદામાં જણાવાયું છે કે માત્ર કોઈ ખાનગી મકાનમાં પત્તા રમવામાં આવી રહ્યા હોય અને ત્યાંથી રોકડ રકમ મળી આવે એટલા માત્રથી તે સ્થળને ‘કોમન ગેમિંગ હાઉસ’ એટલે કે જુગારના અડ્ડા તરીકે ગણી શકાય નહીં. કોઈ સ્થળને જુગારધામ ગણવા માટે કાયદા હેઠળ જરૂરી તત્ત્વો, ખાસ કરીને નફો અથવા આર્થિક લાભનું તત્ત્વ, સાબિત કરવું જરૂરી છે. આ ચુકાદો વર્ષ 2018ના અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડા સાથે સંકળાયેલા કેસમાં આવ્યો હતો. 2018માં અમદાવાદમાં પોલીસનો દરોડો વર્ષ 2018માં પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે…

બસમાંથી મુસાફર પડી જવાના મોતના કેસમાં નડિયાદ કોર્ટનો મહત્વનો હુકમ

– ‘અ’ પડત સમરી યથાવત, પરંતુ વિશેષ તપાસ ચાલુ રાખવા આદેશ પંકજ મકવાણા – અમદાવાદ, ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાંથી મુસાફર પડી જવાથી થયેલા મૃત્યુના કેસમાં નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. કોર્ટે અગાઉ ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘અ’ પડત સમરીને યથાવત રાખી છે, પરંતુ કેસની તપાસ ચાલુ રાખવાની શરતને મહત્વ આપતાં તપાસ અધિકારીને વિશેષ તપાસ પૂર્ણ કરી તેના પ્રગતિ અહેવાલો નિયમિત રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે. આ હુકમ તા. 5 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટના રેકોર્ડ મુજબ, તા. 26 જાન્યુઆરી 2026ના રોજ ગણેશ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ નંબર GJ-01-Z-0773 વડોદરા-અમદાવાદ નેશનલ એક્સપ્રેસ વે-1 પરથી પસાર થઈ રહી હતી. રાત્રે આશરે 11:45 વાગ્યે બીલોદરા સીમ વિસ્તારમાં મુસાફર…

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: લિફ્ટ અકસ્માતમાં ડેવલોપર, મેઈન્ટેનન્સ કંપની અને બિલ્ડિંગ માલિક જવાબદાર ગણાશે

લિફ્ટ અકસ્માતોને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લિફ્ટમાં સર્જાતા અકસ્માત માટે માત્ર એક જ પક્ષને જવાબદાર ઠેરવી શકાય નહીં. લિફ્ટ બનાવનાર કંપની, તેની જાળવણી કરતી એજન્સી તેમજ બિલ્ડિંગ માલિક અથવા મેનેજમેન્ટની પણ જવાબદારી નક્કી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આજના સમયમાં લિફ્ટ માત્ર એક સુવિધા નથી, પરંતુ લોકોના રોજિંદા જીવન સાથે સીધી રીતે જોડાયેલું સુરક્ષા સાધન છે. તેથી લિફ્ટની ડિઝાઇન, સ્થાપન, નિયમિત તપાસ અને જાળવણીમાં બેદરકારી દાખવનાર દરેક પક્ષ સામે જવાબદારી નક્કી કરી શકાય છે. લિફ્ટને ‘Common Carrier’ તરીકે ગણાવી મહત્વપૂર્ણ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે લિફ્ટને જાહેર પરિવહનના સાધન સમાન ગણાવી તેને ‘Common Carrier’ તરીકે વ્યાખ્યાયિત કરી છે. કોર્ટનું કહેવું છે કે લિફ્ટમાં મુસાફરી…

જંતર-મંતર લાઠીચાર્જ કેસમાં દિલ્હી હાઈકોર્ટ સખ્ત: CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ

જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ અને પોલીસ કાર્યવાહીના મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ઘટનાસ્થળના CCTV ફૂટેજ, બોડી કેમેરાની રેકોર્ડિંગ અને સંબંધિત તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા પણ નિર્દેશ આપ્યા છે. દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ પોલીસ કાર્યવાહી ગેરબંધારણીય ગણાવી અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને જંતર-મંતર પરથી બળજબરીપૂર્વક હટાવવા તેમજ તેમના પર લાઠીચાર્જ કરવો બંધારણ દ્વારા મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. વકીલ એન. હરિહરને કોર્ટમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને…

₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં? પોલીસ કમિશ્નરના પરિપત્ર સામે હાઇકોર્ટમાં PIL

– પરિપત્રથી ફરિયાદ નોંધવામાં વિલંબ થાય છે, તેથી રદ કરવાની PILમાં માંગ – ₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં, પહેલા કમિશ્નરની મંજૂરી જરૂરી પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં ₹20 લાખથી વધુની છેતરપિંડી અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસોમાં સીધી FIR નોંધવાની પ્રક્રિયા અંગે કાનૂની વિવાદ ઊભો થયો છે. અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા વર્ષ 2020માં બહાર પાડવામાં આવેલા પરિપત્રને પડકારતી જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારનો આક્ષેપ છે કે પરિપત્રના કારણે મોટા ફ્રોડ કેસોમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા વધુ લાંબી બની જાય છે અને નાગરિકોને ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થાય છે. અરજી મુજબ, ₹20 લાખથી વધુના ચિટીંગ અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસમાં પોલીસ સ્ટેશન સીધી FIR નોંધતું નથી. પહેલા ફરિયાદને ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલવામાં આવે…

આંતરધર્મીય લિવ-ઇન ગુનો નથી: અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

આંતરધર્મીય લિવ-ઇન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે, પુખ્ત વયના બે વ્યક્તિ સંમતિથી સાથે રહેતા હોય તો તે ગુનો ગણાતો નથી. Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021 અંતર્ગત માત્ર લિવ-ઇન સંબંધને આધારે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. કોર્ટે જણાવ્યું કે, જ્યાં સુધી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનનો મુદ્દો ન હોય, ત્યાં સુધી આ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી. શું હતો મામલો? કોર્ટ સમક્ષ 12 અલગ-અલગ યુગલોએ અરજી કરી હતી. તેમાં 7 મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે અને 5 હિન્દુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. યુગલોએ દાવો કર્યો હતો કે પરિવારજનો અને કેટલાક તત્ત્વો તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, તેથી પોલીસ…

સોનમ વાંગચુકની મુક્તિ પર કેન્દ્રની ‘બ્રેક’: સુપ્રીમ કોર્ટમાં સરકારે રિહાઈનો કર્યો સખત વિરોધ

લદ્દાખના પર્યાવરણવિદ અને ‘રીયલ લાઈફ ફૂનસુખ વાંગડુ’ તરીકે ઓળખાતા સોનમ વાંગચુકની અટકાયતનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે વાંગચુકને સ્વાસ્થ્યના આધારે મુક્ત કરી શકાય તેમ નથી, કારણ કે તેઓ મેડિકલ દ્રષ્ટિએ સંપૂર્ણપણે સ્વસ્થ છે. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમના પતિનું સ્વાસ્થ્ય લથડી રહ્યું છે, તેથી તેમને જામીન આપવામાં આવે. જોકે, કેન્દ્ર સરકાર વતી રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે, “અટકાયત દરમિયાન અત્યાર સુધીમાં ૨૪ વખત વાંગચુકની મેડિકલ તપાસ કરવામાં આવી છે. તમામ રિપોર્ટ્સ મુજબ તેઓ શારીરિક રીતે સક્ષમ છે અને તેમને કોઈ ગંભીર બીમારી નથી.” લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ…