સરકારનો મોટો નિર્ણય: ગિગ વર્કર્સને મળશે હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સામાજિક સુરક્ષા સંહિતા (કેન્દ્રીય) નિયમો, 2025નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટનો મુખ્ય હેતુ દેશમાં કાર્યરત ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાનો છે. ડિલિવરી બોય, કેબ ડ્રાઈવર, ફ્રીલાન્સર અને અન્ય ગિગ કામદારો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાત્રતા માટેની મુખ્ય શરતો ડ્રાફ્ટ નિયમો મુજબ, જો ગિગ વર્કર એક જ એગ્રીગેટર (જેમ કે ફૂડ ડિલિવરી અથવા રાઈડ હેલિંગ પ્લેટફોર્મ) સાથે કામ કરે છે, તો તેને ઓછામાં ઓછા 90 દિવસ કામ કરેલું હોવું જરૂરી છે. જો ગિગ વર્કર એકથી વધુ એગ્રીગેટર્સ સાથે સંકળાયેલો હોય, તો તેને પાછલા નાણાકીય વર્ષમાં કુલ 120 દિવસ કામ કરેલું હોવું જોઈએ. કમાણીના પ્રથમ દિવસથી ગણતરી નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે…