Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, આજથી પવનોની દિશા બદલાતા તાપમાન વધશે
રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે,સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.3 ડિગ્રી નોંધાયું છે. માર્ચ મહિનો અંત તરફ જઈ રહ્યો છે સાથે સાથે ગરમી પણ ધીમે ધીમે વધશે.આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. એટલે કે રાજ્યમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર થઈ શકે છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં રોગચાળો વકર્યો, બાળક સહિત 3 લોકોનાં મોત ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 37.2 ડિગ્રી, ગાંધીનગરમાં 36.8 ડિગ્રી,ડીસામાં 37.8, વડોદરામાં 36.4 ડિગ્રી,સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 38.1 ડિગ્રી,નલિયામાં 36.4 ડિગ્રી, કેશોદમાં 37.8 ડિગ્રી,અમરેલીમાં 36.8…
Kutch : ગુજરાતનું હવામાન હવે કેવું રહેશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવે ગુજરાતનું હવામાન કેવો વળાંક લેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ.ગુરુવારે ગુજરાતના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છ જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના કારણે ઘણી બધી જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યા હતા. સાથે જ ભુજમાં પણ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે અહીંયા તો રોડ રસ્તા ભીના થઈ ગયા હતા. સાથે જ આ કમોસમી વરસાદને લઈને અહીંયાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા. આ પણ વાચો :- ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો હવામાન વિભાગના જણાવ્યા…
Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતમાં હજી બે દિવસ તાપમાન ઊંચુ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે બાદ ફરીથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચો જાય તેવી આશંકા છે. ત્યારે આજે એટલે કે, 11મી માર્ચના રોજ મંગળવારે નવ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. એટલે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર :- હવામાન વિભાગે રાજ્યમાં આજે 1 નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 12 માર્ચે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી કચ્છનાં પ્રવાસે, હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરાની લીધી મુલાકાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી કચ્છનાં પ્રવાસે છે.ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ પાંચ હજાર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ધોળાવીરાની પ્રાચીન નગર રચના, સભ્યતા તથા જળ સંરક્ષણ સહિતની વિગતો જાણી રાષ્ટ્રપતિ અભિભૂત થયાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ખડીર બેટ સ્થિત 5000 વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. આ પણ વાંચો :- ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરુ, ઉમેદવારોને અપાશે નિમણૂંક પત્ર રાષ્ટ્રપતિને ભારતીય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ યદુબીરસિંઘ રાવતે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા વિશે વિસ્તૃત…










