અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાનનું લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ, પાઇલટ અને કો-પાઇલટનું મોત
અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે મધ્ય ઈરાનમાં એક લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયું. મધ્ય ઈરાનમાં ફળ અને શાકભાજી બજારમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. ઈરાની રાજ્ય ટેલિવિઝન અનુસાર, આ અકસ્માત ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 330 કિલોમીટર (205 માઇલ) દક્ષિણમાં આવેલા ઇસ્ફહાન પ્રાંતના દોરચેહ શહેરમાં થયો હતો. ઈરાની વાયુસેનાનો બેઝ ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળ ઈસ્ફહાન નજીક આવેલો છે. જૂનમાં ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન અમેરિકાએ આ પરમાણુ સ્થળ પર હુમલો કર્યો હતો. તેણે ફોર્ડો અને નાતાન્ઝ પરમાણુ સ્થળો પર પણ બોમ્બમારો કર્યો હતો. સરકારી ટીવી અનુસાર, લશ્કરી હેલિકોપ્ટર તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટ અને કો-પાઇલટનું મોત આ દુર્ઘટનામાં પાઇલટ અને કો-પાઇલટનું મોત થયું છે. ફૂટેજમાં હેલિકોપ્ટરનો કાટમાળ અને…







