કાર્તિક પટેલે રાહુલ અને ચિરાગ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો, તપાસમાં સહયોગ ન આપતા કહ્યું, મારુ માથુ દુખે છે

B INDIA અમદાવાદ : ખ્યાતિકાંડનાં આરોપી કાર્તિક પટેલે નાટકો શરૂ કરી દીધા છે. જેમાં કાર્તિક પટેલે રાહુલ અને ચિરાગ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં કાર્તિક પટેલ એક જ રટણ કરી રહ્યો છે કે,આ કેસમાં રાહુલ અને ચિરાગ માસ્ટર માઈન્ડ છે મને આ બાબતે કઈ ખબર નથી તેમ કહી તે પોલીસને તપાસમાં સહયોગ આપતો નથી. -> માથામાં દુ:ખાવો થાય છે: કાર્તિક પટેલ :- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસ કાર્તિક પટેલ સહયોગ નહી આપતો હોવાની વાત સામે આવી છે જેમાં કાર્તિક પટેલનું કહેવું છે કે,મોતકાંડ વિશે કાર્તિક પટેલને ખબર નથી તેમજ હોસ્પિટલ ખોટમાં બતાવવા પૂરતો સામેલ હોવાનો જવાબ આપી રહ્યો છે,માથામાં દુ:ખાવો થાય છે કહી નથી આપી રહ્યો સહયોગ, તો કાર્તિક પટેલને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ…