વર્ષ 2025માં દેવદાસથી લઈ આ ફિલ્મો થઈ ફરીથી રિલીઝ, દર્શકોએ આપ્યો દમદાર રિસ્પોન્સ

2025માં ઘણી બધી હિન્દી ફિલ્મો સિનેમેટિક ટ્રેન્ડ તરીકે ઉભરી રહી હતી, અને ત્યારબાદ ઘણી બધી ફિલ્મો ફરીથી રિલીઝ થઈ. યશ ચોપરાની રોમેન્ટિક ફિલ્મ “દિલ તો પાગલ હૈ” થી લઈને ઇમ્તિયાઝ અલીની “રોકસ્ટાર” અને સંજય લીલા ભણસાલીની “દેવદાસ” અને “પદ્માવત” સુધી, આ ફિલ્મોએ દર્શકોને ફરી એકવાર મોટા પડદા પર સિનેમાના જાદુનો અનુભવ કરવાની તક આપી. દેવદાસ સંજય લીલા ભણસાલી, જેમની સરખામણી ઘણીવાર ગુરુ દત્ત અને રાજ કપૂર જેવા દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓ સાથે કરવામાં આવે છે, તેઓ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે જાણીતા છે. તેમનો ભવ્ય રોમેન્ટિક ડ્રામા દેવદાસ 14 ફેબ્રુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઇ હતી. શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને માધુરી દીક્ષિત અભિનીત, ફિલ્મની ભવ્યતા, ભાવનાત્મક સંગીત અને કરુણ પ્રેમકથાએ…