સોનું ફરી મોંઘું થયું, ચાંદી ₹2.18 લાખને પાર: ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ ભાવ
ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા રાજકીય અને આર્થિક ઘટનાક્રમ વચ્ચે રોકાણકારોનું ધ્યાન ફરીથી સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોના તરફ વળ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મજબૂત વધારો નોંધાયો છે અને વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2.18 લાખ પ્રતિ કિલોના સ્તરને પાર કરી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે અટકાવવાના સંકેત આપ્યા બાદ અને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતની શક્યતા વધતા વૈશ્વિક બજારોમાં હલચલ જોવા મળી હતી. જોકે, આ ઘટનાક્રમની અસર વચ્ચે પણ ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ મજબૂત રહ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભાવમાં તેજી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશાએ આંતરરાષ્ટ્રીય…
સોના-ચાંદીના ભાવ ઐતિહાસિક સ્તરે: માર્કેટમાં ખરીદી ઠપ્પ, રોકાણકારોમાં ઉત્સાહ
સોના અને ચાંદીના ભાવોએ નવા રેકોર્ડ તોડી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ભૌગોલિક તણાવ અને સુરક્ષિત રોકાણ તરીકેની વધતી માંગના કારણે બુલિયન માર્કેટમાં ભાવ રોજબરોજ નવા ઊંચા સ્તરે પહોંચી રહ્યા છે. રાજકોટની સોનીબજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,41,000 અને ચાંદીનો ભાવ ₹2,20,000 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. મુખ્ય માહિતી: – 24 કેરેટ સોનાનો બજાર ભાવ ₹1,38,500 પ્રતિ 10 ગ્રામ. – પ્રતિ ગ્રામ સોનાનો ભાવ ₹13,850થી વધુ. – આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $4,400 પ્રતિ ઔંસ, જે ઐતિહાસિક ગણાય છે. – ચાંદીના વાયદા ભાવોએ પણ અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે. બજાર નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક રાજકીય તણાવ, ડોલરની નબળાઈ, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડ અપેક્ષા અને સોનાને “સેફ હેવન” તરીકે વધતી માંગ આ તેજી પાછળ…








