CCTV : ઇસ્કોન બ્રિજ પર ફરી રફતારનો કહેર! સ્વિફ્ટે 3 કારને મારી ટક્કર, CCTVમાં આખી ઘટના કેદ… Safety
ઇસ્કોન બ્રિજ પાસે જોરદાર અકસ્માત, CCTV: ફૂલ સ્પીડમાં જતી સ્વિફ્ટ બેકાબૂ, BMW સહિત 3 કાર અડફેટે લીધી CCTV અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પાસે ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. મોડી રાત્રે પકવાન ચાર રસ્તા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્વિસ રોડ પર પાર્ક કરાયેલી અનેક કારને અડફેટે લીધી હતી. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો જોરદાર હતો કે સ્વિફ્ટ કારને પણ ભારે નુકસાન થયું હતું અને આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. -> પકવાન ચાર રસ્તા તરફથી આવી રહી હતી સ્વિફ્ટ : મળતી માહિતી પ્રમાણે, રાત્રિના સમયે GJ38 BC 1018 નંબરની સ્વિફ્ટ ડિઝાયર કાર પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન બ્રિજ…






