સોનું ફરી મોંઘું થયું, ચાંદી ₹2.18 લાખને પાર: ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ ભાવ

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા રાજકીય અને આર્થિક ઘટનાક્રમ વચ્ચે રોકાણકારોનું ધ્યાન ફરીથી સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોના તરફ વળ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મજબૂત વધારો નોંધાયો છે અને વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2.18 લાખ પ્રતિ કિલોના સ્તરને પાર કરી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે અટકાવવાના સંકેત આપ્યા બાદ અને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતની શક્યતા વધતા વૈશ્વિક બજારોમાં હલચલ જોવા મળી હતી. જોકે, આ ઘટનાક્રમની અસર વચ્ચે પણ ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ મજબૂત રહ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભાવમાં તેજી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશાએ આંતરરાષ્ટ્રીય…

સોનું અને ચાંદી ફરી ચમક્યા: ભાવ કેમ ઘટી રહ્યા નથી? નિષ્ણાતોનો ચેતવણી સંદેશ

તહેવારોની મોસમમાં સોના અને ચાંદીના ભાવોમાં નોંધપાત્ર વધારો થતાં રોકાણકારો ભમરાયા છે. ઘણા લોકો સોનાના ભાવ ઘટાડાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બજારના નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે “સોનાનું ક્રેશ હવે શક્ય નથી.” છેલ્લા એક મહિના દરમિયાન સોનાના ભાવમાં 3-4% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ ઔદ્યોગિક માંગ તથા રોકાણકારોની સક્રિય ખરીદીના કારણે ભાવ સતત વધી રહ્યા છે. CA નીતિન કૌશિકનો ચેતવણીજનક સંદેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન કૌશિકએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું,”સોનાના ક્રેશની રાહ જોવાનું બંધ કરો. તે થઈ રહ્યું નથી. સોનું ફક્ત એક ચમકતી ધાતુ નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં ભય અને વિશ્વાસનું બેરોમીટર છે.” તેમના જણાવ્યા અનુસાર, સોનાની હાલની તેજી કોઈ “મોસમી લેવલ” નથી — પણ આનો સીધો સંબંધ વૈશ્વિક અર્થતંત્રની…

દિવાળી પહેલા મોટી રાહત: સોનું ₹2,600 અને ચાંદી ₹4,000 સુધી સસ્તી, જાણો આજના તાજા રેટ

તહેવારોની શરૂઆત સાથે જ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે ખરીદદારો અને રોકાણકારો માટે ખુશીની ખબર છે. માત્ર બે દિવસમાં સોનું ₹2,600 અને ચાંદી ₹4,000 સુધી ઘટી છે. MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો 8 ઓક્ટોબર: સોનું (ડિસેમ્બર ફ્યુચર): ₹1,23,677 / 10 ગ્રામ ચાંદી: ₹1,53,388 / કિલો આજે સવારે: સોનું: ₹1,20,023 / 10 ગ્રામ ચાંદી: ₹1,49,115 / કિલો આ ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી, અમેરિકન વ્યાજદર વધવાની અપેક્ષા અને નફા-વસૂલી છે. તહેવારની માંગ વધતાં ફરી ઉછાળો 3:30 વાગ્યા સુધીના ભાવ: સોનું: ₹1,21,385 / 10 ગ્રામ (₹892 નો વધારો) ચાંદી: ₹1,47,601 / કિલો (₹1,277 નો વધારો) IBJA મુજબ આજના રિટેલ ભાવ પ્યૂરિટી ભાવ (₹/10 ગ્રામ) 24 કેરેટ ₹1,20,845 22 કેરેટ…

દશેરા પછી સોનાના ભાવમાં શું થશે બદલાવ? જાણો RBI મીટિંગ અને બજાર પર અસર

સપ્ટેમ્બર 2025 દરમિયાન સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, જેમાં છેલ્લા બે દિવસમાં ખાસ કરીને સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 24 કેરેટ સોનાના (10 ગ્રામ) ભાવમાં ₹1,040 નો વધારો થયો છે, જ્યારે 100 ગ્રામના સોનાના ભાવમાં ₹10,400 નો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે સોનાનો ભાવ રેકોર્ડ સ્તર નજીક પહોંચી ગયો છે અને આ મહિને જ 9% થી વધુનો વધારો નોંધાયો છે. સોનાના ભાવ પર RBI મીટિંગની અસર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આગામી મીટિંગ 1 ઓક્ટોબરે યોજાનાર છે, જેમાં વ્યાજ દરોની જાહેરાત થશે. બજારમાં અપેક્ષા છે કે રેપો રેટ સ્થિર રહેશે, જે સોનાના ભાવ માટે મોટો નિર્ણય સાબિત થશે. આવતીકાલે દશેરા તહેવારને લઈને સોનાના ભાવમાં નાનીકહાણીમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ તહેવારો બાદ સોનાના ભાવ…