કતરના અમીરે ભારતમાં 83 હજાર કરોડ રૂપિયાના રોકાણની કરી જાહેરાત
આરબ દેશોના સંગઠન ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ (GCC) ના વધુ એક સભ્યએ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ ભારતમાં ૧૦ બિલિયન ડોલર એટલે કે ૮૩ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ ટેકનોલોજી, માળખાગત સુવિધા અને ઉત્પાદનના ક્ષેત્રોમાં કરવામાં આવશે. કતારના અમીરની આ મુલાકાત બંને દેશો વચ્ચે વેપાર, ઉર્જા અને સાંસ્કૃતિક સહયોગ વધારવામાં મદદ કરશે. મંગળવારે શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વેપાર અને ઊર્જા સંબંધિત અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા. -> વર્ષ 2030 સુધીમાં, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ભારતમાં પણ પોતાનું કાર્યાલય ખોલશે :- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાની વચ્ચે વિસ્તૃત વાતચીત થઈ. આ દરમિયાન,…







