હાડ થીજવતી ઠંડી માટે IMDની ભયાનક ચેતવણી: 27 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ, પારો 5 ડિગ્રી સુધી ગગડશે
સમગ્ર ઉત્તર ભારત હાલ કડકડતી ઠંડી અને ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસો માટે ગંભીર ચેતવણી જારી કરી છે. IMD મુજબ 27 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. સવારના સમયે દૃશ્યતા શૂન્યની નજીક પહોંચી શકે છે, જેના કારણે રસ્તા, રેલ અને હવાઈ પરિવહન પર ભારે અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો તીવ્ર ઘટાડો નોંધાઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 22 ડિસેમ્બરે ‘કોલ્ડ ડે’ની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે બિહારમાં 22થી 26 ડિસેમ્બર દરમિયાન કડક ઠંડી પડી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ રાત્રિના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું…
ગુજરાતમાં ઠંડી ચમકારો યથાવત: નલિયામાં આ સિઝનનું સૌથી નીચું 9°C તાપમાન
રાજ્યમાં ઠંડીનો તીવ્ર ચમકારો યથાવત રહ્યો છે. આ સિઝનમાં પ્રથમ વખત નલિયામાં તાપમાન 9°C નોંધાયું છે, જે અત્યાર સુધીનું સૌથી નીચું છે. અનેક શહેરોમાં તાપમાન 12–15°C ની વચ્ચે રહેતાં લોકો સવાર-સાંજ ઠંડીનો મોટો અહેસાસ કરી રહ્યા છે. વિભિન્ન શહેરોમાં નોંધાયેલ તાપમાન (°C) – નલિયા: 9 – અમરેલી: 11.44 – કંડલા એરપોર્ટ: 11.7 – વડોદરા: 12 – રાજકોટ: 12.5 – ડીસા: 12.7 – મહુવા: 12.7 – કેશોદ: 12.3 – અમદાવાદ: 13.4 – ગાંધીનગર: 13 – વિદ્યાનગર: 14.4 – ભુજ: 14.6 – ભાવનગર: 14.6 – સુરેન્દ્રનગર: 14.2 – દીવ: 14.8 હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ મુજબ— – રાજ્યમાં ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનોના કારણે સવારમાં ઠંડી વધુ અનુભવાશે. – આ સ્થિતિ 14 ડિસેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતા. – પવનની ગતિ…
વિનાશક ‘દિત્વાહ’ ચક્રવાત ભારત તરફ આગળ: શ્રીલંકામાં 123ના મોત, દક્ષિણ ભારતમાં ‘રેડ એલર્ટ’
દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર શ્રીલંકા પર સક્રિય બનેલું ચક્રવાત ‘દિત્વાહ’ (Ditwah) હવે ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રીલંકામાં આ વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. અત્યાર સુધી પૂર અને ભૂસ્ખલનના કારણે 123 લોકોનાં મોત નિપજ્યાં છે અને 130થી વધુ લોકો હજુ ગુમ છે. લગભગ 44,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારત તરફ આગળ વધતું ચક્રવાત IMD અનુસાર ચક્રવાત દિત્વાહ છેલ્લા છ કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે સવારે 8:30 વાગ્યે તે શ્રીલંકાથી 80 કિમી પૂર્વ, તથા ચેન્નાઈથી 380 કિમી દક્ષિણ દિશામાં કેન્દ્રિત હતું. દક્ષિણ ભારત માટે ભારે–અતિભારે વરસાદની ચેતવણી IMDએ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન ભારે અને અતિભારે વરસાદની આગાહી કરી છે। તમિલનાડુ અને પુડુચેરી 29–30…
મોડીરાત સુધી ઈથોપિયાના જ્વાળામુખીના રાખના વાદળો ગુજરાતમાં પ્રવેશ કરશે, ઉત્તર ભારત સુધી અસરની આશંકા
ઈથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીના વિસ્ફોટ બાદ ઉત્પન્ન થયેલું રાખનું વાદળ હવે ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન એજન્સી IndiaMetSky ને ટાંકીને ANIએ જણાવ્યું છે કે આ વાદળ આજે રાત્રે પશ્ચિમ દિશાથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને પછી રાત્રે 10 વાગ્યા સુધી રાજસ્થાન, ઉત્તરપશ્ચિમ મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને પંજાબને અસર કરશે. રાત્રે મોડેથી તેની અસર હિમાલયના વિસ્તારો સુધી પહોંચવાની સંભાવના છે. વિસ્ફોટક પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલો આ પ્લુમ 15,000 થી 25,000 ફૂટની ઊંચાઈએ 100–120 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યો છે, જ્યારે કેટલાક ભાગોમાં તે 45,000 ફૂટ સુધી પહોંચે છે. વાદળમાં જ્વાળામુખીની રાખ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાચ-ખડકના સૂક્ષ્મ કણો હોય છે, જે આકાશને ધુમ્મસયુક્ત બનાવી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાદળના કારણે ફ્લાઈટ શિડ્યુલમાં…
દેશભરમાં ઠંડીનો રાફડો : દિલ્હી–યુપી–બિહારમાં કોલ્ડવેવ એલર્ટ, દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી
દેશભરમાં શિયાળાનું પ્રભાવ ઝડપથી વધી રહ્યું છે. ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર માટે કોલ્ડવેવ (શીત લહેર) ની ચેતવણી જાહેર કરી છે, જ્યાં લઘુત્તમ તાપમાન 10°C સુધી પહોંચી શકે છે. બીજી તરફ, દક્ષિણ ભારતના રાજ્યો—તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાં વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં ઠંડીનો કડાકો વધ્યો ઉત્તર ભારતના મેદાની અને ગ્રામીણ વિસ્તારોમાં ઠંડીનો પ્રભાવ વધી રહ્યો છે. – દિલ્હી: લઘુત્તમ તાપમાન 11°C આસપાસ, મહત્તમ 26°C સુધી રહેવાની સંભાવના – ઉત્તર પ્રદેશ: સવાર-સાંજ કડક ઠંડી, લઘુત્તમ તાપમાન 10°C સુધી પહોંચી શકે – બિહાર: આગામી 24 કલાકમાં 2–4°C નો ઘટાડો, ધુમ્મસની ચેતવણી IMDએ લોકોને વહેલી સવાર તથા રાત્રે ગરમ કપડાં પહેરવાની…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત: 21 જિલ્લામાં તાપમાન 20°Cથી નીચે, આગામી દિવસોમાં વધશે ઠંડી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો માહોલ અનુભવાઈ રહ્યો છે. જોકે તાપમાનમાં થોડો વધારો નોંધાયો હોવા છતાં, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજી પણ ઠંડક યથાવત છે. હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2–3 ડિગ્રીનો વધારો નોંધાયો છે અને આગામી ત્રણ દિવસમાં વધુ 2–3 ડિગ્રી વધવાની શક્યતા છે. રાજ્યના વિવિધ વિસ્તારોનું તાપમાન હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ નીચે પ્રમાણે સૌથી ઓછું તાપમાન નોંધાયું: – નલિયા: 10.8°C – કંડલા: 13.3°C – કેશોદ: 15.1°C – અમદાવાદ: 16.3°C – ગાંધીનગર: 16.2°C – વડોદરા: 16°C – ડીસા: 14.8°C – સુરત: 17.6°C – દમણ: 18.8°C – ભુજ: 15.9°C – રાજકોટ: 14.2°C – અમરેલી: 16°C – પોરબંદર: 15.6°C – મહુવા: 16.1°C – સુરેન્દ્રનગર: 17°C આપણે જોઈએ તો ગુજરાતના 21 જિલ્લામાં તાપમાન 20°Cથી…
ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: 20 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો વિગત
ગુજરાતમાં શિયાળાની ઠંડી ધીમે ધીમે પકડ જમાવી રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે. તેમાં અમરેલીમાં સૌથી ઓછું 13.2°C, જ્યારે અમદાવાદમાં 15.5°C અને ગાંધીનગરમાં 14.5°C તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા હોવાથી આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. રાજકોટ, મહુવા, કેશોદ, કંડલા અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ઉત્તર ભારતમાં પણ ઠંડીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને શીતલહેરની ચેતવણી IMD દ્વારા જારી કરવામાં આવી છે. રાજસ્થાનના સીકરમાં તો તાપમાન 7°C સુધી નીચે ઉતર્યું છે, જ્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં પણ 7°C નોંધાયું છે.…
ગુજરાતમાં ફરી વળશે શીત લહેર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ઠંડી ભૂક્કા બોલાવશે
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું પ્રકોપ વધવાની શક્યતા છે. હવામાન વિભાગ અને જ્યોતિષીય અનુમાન મુજબ 23 થી 27 નવેમ્બર અને 1 થી 10 ડિસેમ્બર વચ્ચે શીત લહેરના પ્રભાવથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનની અસર જોવા મળશે. અહેવાલો મુજબ અમદાવાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આ સમયગાળા દરમ્યાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે. જાન્યુઆરી 2026માં ઠંડીનો તાપમાનના સ્તર સુધી ઉતરવાનો અંદાજ છે, જેનાથી રાજ્યમાં ગાત્રો થીજાવી દે તેવી ઠંડીનો પ્રકોપ રહેવાની શક્યતા છે. જ્યોતિષશાસ્ત્રીઓના અનુમાન મુજબ ફેબ્રુઆરીમાં માવઠું અને માર્ચમાં વંટોળ અને પવન જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે શિયાળું પાક પણ અસરગ્રસ્ત થઈ શકે છે. આ સમયગાળા દરમ્યાન પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી…
ચક્રવાતની ચેતવણી: મોન્થા પછી ફરી એક વાવાઝોડું ત્રાટકશે?, IMD ની આગાહી મુજબ કાલથી વધુ તીવ્ર બનશે
બંગાળની ખાડી પર નવી હવામાન પ્રણાલી સક્રિય થતાં હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 2 નવેમ્બરના રોજ સવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમાર દરિયાકાંઠે નીચા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે, જે આવતા 48 કલાકમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ “ચક્રવાતી પરિભ્રમણ”ના સ્વરૂપમાં વિકસતી જઈ રહી છે, જે સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર ઊંચાઈ સુધી વ્યાપી છે. આ હવામાન પ્રણાલી ઉત્તર અને પછી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની ધારણા છે. IMD એ ઉત્તર આંદામાન સમુદ્ર માટે તોફાની હવામાનની ચેતવણી જાહેર કરી છે, જ્યાં 55 કિમી પ્રતિ કલાક સુધીના તીવ્ર પવનની શક્યતા છે. 4 નવેમ્બરથી આ સિસ્ટમ વધુ તીવ્ર બનશે અને દરિયાની સ્થિતિ પણ જોખમી રહેશે, એવું અનુમાન છે. સ્થાનિક…
















