રજત શર્મા માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતાઓની મુશ્કેલી વધી, સાકેત કોર્ટે સમન્સ કર્યા જારી
ટીવી પત્રકાર અને ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્મા દ્વારા દાખલ કરાયેલા ફોજદારી માનહાનિ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે કડક કાર્યવાહી કરી છે. કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને રાગિણી નાયકને 27 જુલાઈ, 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. આ મામલો સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોથી સંબંધિત છે, જેમાં એવો આરોપ મૂકાયો હતો કે રજત શર્માએ લાઈવ ડિબેટ દરમિયાન અપશબ્દો વાપર્યા હતા. જોકે, કોર્ટની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો એડિટ કરાયેલો હતો. ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)ના રિપોર્ટ અનુસાર, વીડિયોમાં પાછળથી ટાઈટલ અને કેપ્શન ઉમેરવામાં આવ્યા હતા. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવાંશી જન્મેજાએ જણાવ્યું કે પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ત્રણેય નેતાઓએ પરસ્પર મિલીભગતથી પત્રકારની પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ કર્યો હોઈ…







