IAFએ ઇતિહાસ રચ્યો: મ્યાનમારમાં કૌભાંડના શિકાર બનેલા કુલ 1,500 લોકોને સફળ મુક્ત કરાયા, જાણો વિગત

ભારતીય વાયુસેના (IAF) એ ફરી એક વખત પ્રશંસનીય કામગીરી કરતા થાઇલેન્ડના માએ સોટ વિસ્તારથી 125 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત મોકલ્યા. મ્યાનમારના માયાવાડી વિસ્તારમાં ફેલાયેલા નોકરી કૌભાંડના જાળમાં ફસાયેલા ભારતીયોને મુક્ત કરવા માટે ભારત દ્વારા સતત પ્રયત્નો ચાલુ છે. માર્ચ 2024થી અત્યાર સુધીમાં કુલ 1,500 ભારતીયોને બચાવવામાં આવ્યા છે. ભારત સરકારના માર્ગદર્શનમાં બેંગકોક સ્થિત ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઇના કોન્સ્યુલેટે, થાઇલેન્ડની વિવિધ સરકારી એજન્સીઓ સાથે મળીને, આ ફસાયેલા ભારતીયોને માનવતાવાદી આધાર પર સ્વદેશ પરત લાવવા મદદરૂપ બન્યા છે. દૂતાવાસની કડક ચેતવણી દૂતાવાસે તમામ ભારતીયોને ખાસ ચેતવણી આપી છે કે “વિદેશમાં નોકરી માટે જતા પહેલા કંપની અને એજન્ટોની સઘન તપાસ કરવી જરૂરી છે. થાઇલેન્ડમાં વિઝા-મુક્ત પ્રવેશ માત્ર પર્યટન અને નાના વ્યવસાય માટે માન્ય છે, રોજગાર માટે…