Ahmedabad : અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની મુશ્કેલીમાં વધારો, વધુ એક કેસમાં કરાઈ ધરપકડ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ કાર્ડ બનાવનું કૌભાંડ સામે આવ્યું હતું. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરતા અનેક ખુલાસાઓ થયા છે. જેમાં PMJAY યોજના કાર્ડ બનાવવા માટે મુખ્ય ભૂમિકા કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતની સંડોવણી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનું માણેક ચોક ખાણીપીણી બજાર રહેશે બંધ, જાણો કારણ અને કેટલા દિવસ રહેશે બંધ ક્રાઈમ બ્રાન્ચે તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. કોઈપણ વ્યક્તિનું પીએમજેએવાય કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. પાત્રતા ન ધરાવતાં હોય તેવા લોકો પાસેથી 1500થી 2000 રૂપિયા લઈને કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. આ પણ વાંચો :- Gandhinagar :…

રાજયમાં હવામાન વિભાગની આગાહી, આજથી અંગ દઝાડતી ગરમીની થશે શરૂઆત

રાજ્યમાં આજથી ઉનાળાની શરૂઆત થશે. અને મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. સાથે સાથે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. અને ગરમી બપોરના સમયે વધુ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તો અનેક વિસ્તારમાં મહતમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે. આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે, બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે.આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. -> કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 36.6 ડિગ્રી, ગાંધીનગરમાં 36.2 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન…

ગુજરાતમાં ગરમી પડવાની શરુઆત, મહત્તમ તાપમાનમાં થશે વધારો

ગુજરાતમાં ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આગામી બે દિવસ ગરમીથી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાઈ રહ્યા છે જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. -> દરિયાઈ વિસ્તારમાં યલો અલર્ટ જાહેર :- બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.…