ઈમરજન્સી એક્સ રિવ્યૂ: ઈન્દિરા ગાંધીના પાત્રમાં કંગના રનૌતે વાહવાહી મેળવી… દર્શકોને ‘ઈમરજન્સી’ કેવી લાગી?
અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ આખરે લાંબા સમયની રાહ જોયા બાદ શુક્રવારે રિલીઝ થઈ. દર્શકો છેલ્લા ત્રણ વર્ષથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં આવી છે. આ ફિલ્મમાં કંગનાએ દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે અને જ્યારથી ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી ચાહકોને ફિલ્મમાં તેમની છબી જોવામાં રસ હતો. ફિલ્મનો પહેલા દિવસનો ફર્સ્ટ શો જોનારા દર્શકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ઇમર્જન્સી’ની વાર્તા કંગના રનૌતે પોતે લખી છે અને અભિનયની સાથે સાથે તેનું દિગ્દર્શન પણ કર્યું છે. આ ફિલ્મ ૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન ભારતમાં લાદવામાં આવેલી કટોકટીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ઈમરજન્સી ગયા વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ ટ્રેલર રિલીઝ થયા બાદ દેશભરમાં થયેલા…







