પાકિસ્તાનમાં હાઇજેક કરાયેલી ટ્રેનના 104 બંધકોને મુક્ત કરાવાયા, 100થી વધુ હજુ બાનમાં
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હાઇજેક થયેલી ટ્રેનમાં બંધક બનાવવામાં આવેલા 100 થી વધુ લોકોના જીવ હજુ પણ જોખમમાં છે. ટ્રેનનું અપહરણ થયાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે. બંધકોને મુક્ત કરાવવા માટે પાકિસ્તાન સુરક્ષા દળોનું બચાવ કાર્ય સતત ચાલુ છે. દરમિયાન, બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે બચાવ કામગીરીમાં અત્યાર સુધી મળેલી સફળતા વિશે માહિતી આપી છે. શાહિદ રિંદના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 80 બંધકોને બચાવી લેવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં ૧૦૪ બંધકોને મુક્ત કરવામાં આવ્યાનો ખુલાસો થયો છે :- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું બહાર આવ્યું છે કે અત્યાર સુધીમાં અપહરણ કરાયેલી ટ્રેનમાંથી 100 થી વધુ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, ૧૦૪ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન, બલુચિસ્તાન ટ્રેન હાઇજેકિંગ પર પાકિસ્તાનના વડા પ્રધાન…







