Surat : સુરતમાં રોગચાળો વકર્યો, બાળક સહિત 3 લોકોનાં મોત

રાજ્યમાં ગરમીના તાપમાનમાં વધારો થવા સાથે સુરતમાં રોગચાળો વકર્યો છે. 24 કલાકની અંદર 3 વર્ષના બાળક સહિત 3 લોકોના રોગચાળાથી મોત નિપજયા છે. શહેરમાં વધતા રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી છે. દર્દીઓના મોત નિપજવાના અને ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. આ પણ વાંચો :- Ahmedabad : શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં! જૂની પેન્શન યોજના લઈને પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો :- શહેરમાં અઠવા અને ભેસ્તાનમાં બે વૃદ્ધઓ રોગચાળામાં જીવ ગુમાવ્યો છે. જયારે ડિંડોલીમાં નવા ગામનું બાળક ઝાડા ઉલ્ટીમાં સપડાયું હતું. ઝાડા ઉલટીના કારણે બાળકની સ્થિતિ વધુ ગંભીર થતા માતાપિતા તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં બાળકને યોગ્ય સારવાર મળે તે પહેલા જ…

Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી

ગુજરાત વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રીનું મોટુ એલાન કર્યું છે. સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ડૉક્ટર્સની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. જેમાં વિધાનસભામાં ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં 1900 ડૉક્ટરની ભરતી કરવામાં આવશે. આ પણ વાંચો :- Dhoraji : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા આ બાબતે ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 1900થી વધુ ડૉક્ટરની ભરતી કરવામાં આવનાર છે. જેમાં વર્ગ-1ની 1100થી વધુ જગ્યા ભરાશે. અને વર્ગ-2ની 800 જગ્યા ભરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં આ ભરતીને લઇ દેખાડા કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો :- Mehsana : સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા…

Rajkot : રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર થયો કડવો અનુભવ, હકાભા ગઢવીને તંત્રને કરી આ અપીલ

રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીને કડવો અનુભવ થયો છે. લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતાં કહ્યું કે, સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમના ફરજ પ્રત્યે ગંભીર નથી. ડોકટર ગમે તે સમયે હોસ્પિટલમા આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સરકારી હોસ્પિટલમાં ડોકટરોની આવી કામગીરીના કારણે સરકારની છબી ખરડાઈ છે. આ પણ વાંચો :- Patan : હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગનો સપાટો, પાટણમાં ઘી બનાવતા બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરાયા હકાભા ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું કે, ડોક્ટરોની દાદાગીરી એટલી બધી વધી છે કે તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી. 15 દિવસ પહેલા તેમની બહેનનો અકસ્માત થયો હતો. બહેનના અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન વખતે તેમને કડવો અનુભવ થયો. હકાભા ગઢવીએ વધુમાં કહ્યું કે જો…

રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું, તાવ કારણે 8 માસના બાળકનું મોત

રાજયમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. અને તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. મળતી મહિતી મુજબ વૈશાલીનગરમાં રહેતા બાળકનું મોત થયું છે. જેમાં બાળકની તબિયત ખરાબ થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અને વૈશાલીનગર વિસ્તારમાં તપાસ હાથધરી છે. -> તાવથી 8 માસનાં બાળકનું મોત :- વૈશાલીનગર વિસ્તારમાં તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. બાળકને તાવ આવતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અને તેનું મોત થયું છે. તો રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ટીમે વૈશાલીનગરમાં અલગ-અલગ ઘરોમાં સ્વાસ્થયને લઈ તપાસ પણ કરી છે. -> રાજકોટમાં મચ્છરનો ત્રાસ !…