વર્ષ 2026માં 4 માર્ચે ઉજવાશે રંગોનો તહેવાર ધુળેટી
સનાતન ધર્મમાં હોળી અને ધુળેટીનું વિશેષ મહત્વ છે. ફાગણ મહિનાની પૂર્ણિમા પછી ઉજવાતો આ રંગોત્સવ માત્ર રંગોનો તહેવાર જ નહીં, પરંતુ પ્રેમ, ભાઈચારા અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ 2026માં ધુળેટી 4 માર્ચ, બુધવારના રોજ ઉજવાશે. પંચાંગ અને હિંદુ કેલેન્ડરની ગણતરી મુજબ, હોળી દહન પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે, જ્યારે બીજા દિવસે રંગોની ધુળેટી ઉજવાય છે. લોકો એકબીજાને રંગ-ગુલાલ લગાવી શુભેચ્છાઓ પાઠવે છે અને આનંદમય વાતાવરણ સર્જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોળી અનિષ્ટ પર સદગુણના વિજયનું પ્રતીક છે. ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા આ તહેવાર સાથે જોડાયેલી છે, જેમાં સત્ય અને ભક્તિની જીત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણને હોળી અતિપ્રિય હતી. ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં 40 દિવસ સુધી વિવિધ પ્રકારની હોળી ઉજવાય છે. અહીં લઠ્ઠમાર…
ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના પગલે બોર્ડે મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. નવી જાહેરાત અનુસાર હવે બોર્ડની પરીક્ષાઓ નીચે મુજબ લેવામાં આવશે: – ધોરણ 10 સામાજિક વિજ્ઞાન: અગાઉ ધૂળેટીના દિવસે નક્કી કરાયેલ પેપર હવે 18 માર્ચે લેવાશે. – ધોરણ 12 – સામાન્ય પ્રવાહ સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ હવે 18 માર્ચે યોજાશે. – ધોરણ 12 – વિજ્ઞાન પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 16 માર્ચે બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી લેવામાં આવશે. – સંસ્કૃત વિષયમાં ફેરફાર સંસ્કૃત પ્રથમા: 16 માર્ચ, સવારે 10:00 થી 1:15 સંસ્કૃત મધ્યમા: 16 માર્ચ, બપોરે…
Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક
પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળી તહેવાર અને ઉનાળાની ગરમીને લઈે યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-હરિદ્વાર વચ્ચે બે સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ 10 માર્ચથી 31 માર્ચ 2025 સુધી દરેક સોમવારે અમદાવાદથી સવારે 09:10 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 20:30 કલાકે દાનાપુર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 11 માર્ચથી 01 એપ્રિલ 2025 સુધી દરેક મંગળવારે દાનાપુરથી રાત્રે 23:50 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 12:15 કલાકે અમદાવાદ પહોંચશે. આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં વધુ એક પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત, DG ઓફિસમાં કાર્યરત PIએ ગુમાવ્યો જીવ માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ડકનિયા તળાવ, ગંગાપુર સિટી,…









