Bindia
- Treding News , Trending News , ગુજરાત
- September 29, 2025
ગાંધીનગરઃ નારદીપુર ગામે ત્રણ દલિત યુવકોનો સંદિગ્ધ આપઘાત, વીડિયો બનાવી તળાવમાં ઝંપલાવ્યા
કલોલ તાલુકાના નારદીપુર ગામમાંથી આંસુ ભરી નાખે તેવી દુખદ ઘટના સામે આવી છે. અહીં ત્રણ દલિત યુવાનોએ તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવકોના આપઘાત પહેલાંનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગામમાં શોક અને ચકચારનો માહોલ છવાઈ ગયો છે. મૃતક યુવાનોની ઓળખ: – ધૈર્ય જીતેન્દ્રકુમાર શ્રીમાળી (ઉ.વ. 22) – કૌશિકકુમાર કનુભાઈ મહેરીયા (ઉ.વ. 24) – અશોકકુમાર નરસિંહભાઈ વાઘેલા (ઉ.વ. 35) ત્રણે યુવાનો નારદીપુર ગામના રહેવાસી હતા અને આશરે સાંજે ભમ્મરીયા વડ પાસે આવેલા તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. વીડિયો બનાવ્યો અને શેર કર્યો આપઘાત કરતા પહેલા યુવકોમાંના એકએ મોબાઇલ ફોન પર વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં ત્રણે જણા નમ્ર અવાજે વાત કરતાં અને પોતાના જીવનથી અકળાઈ ગયાનું વ્યક્ત કરતાં જોવા મળે…







