રાજસ્થાન: હાઈવે પર ઊંટ કારની છત તોડી અંદર ઘૂસ્યો, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત

રાજસ્થાનના હાઈવે પર રાત્રિના સમયે એક અદ્વિતીય અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, પૂરપાટ ઝડપે આગળ વધી રહેલી કારને અચાનક એક મહાકાય ઊંટ ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ઊંટ હવામાં ઉછળીને સીધું કારની છત પર પડી અને છત તોડી અંદર ઘૂસ્યો. આ ભયાનક અકસ્માતમાં કાર ચલાવી રહેલા ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. કાડવામાં આવ્યું કે ઊંટનું અડધું શરીર કારની અંદર અને અડધું બહાર ફસાયેલું હતું. કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી, અને અંતે જસીબી મશીનની મદદથી ઊંટને બહાર કાઢવામાં આવ્યું. અકસ્માતમાં કારમાં સવાર અન્ય બે બાળકો સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં…

દેવગઢ બારીયા નજીક સર્જાયો ગંભીર અકસ્માત, પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા

વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઇવે પર આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. દેવગઢ બારીયાની રતનદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને દમણ પ્રવાસેથી પરત ફરી રહેલી લક્ઝરી બસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં એકસાથે પાંચ જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા, જેમાં લક્ઝરી બસનો પણ સમાવેશ થાય છે. ડમ્પરે અચાનક બ્રેક મારતાં સર્જાયો અકસ્માત પ્રાપ્ત માહિતી મુજબ, હાઇવે પર આગળ ચાલી રહેલા એક ડમ્પરે અચાનક બ્રેક મારતાં પાછળથી આવી રહેલા વાહનો નિયંત્રણ ગુમાવી બેઠા હતા. પરિણામે એક પછી એક વાહનો અથડાતા ચેઇન અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ સહિત કુલ પાંચ વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. 10થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ અકસ્માત સમયે લક્ઝરી બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં…

પુણેમાં ભીષણ અકસ્માત: નવલે બ્રિજ પર કન્ટેનર ટ્રકનો કહેર, 6નાં કરુણ મોત

પુણે-બેંગલુરુ હાઇવે પર આવેલા નવલે બ્રિજ પાસે ગુરુવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક બેકાબૂ કન્ટેનર ટ્રકે અનેક વાહનોને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને અનેક અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની વિગત પ્રાથમિક માહિતી અનુસાર, કન્ટેનર ટ્રકના બ્રેક ફેલ થવાને કારણે તે નિયંત્રણ બહાર ગયું હતું. અનિયંત્રિત ટ્રકે પહેલા ત્રણથી ચાર કારને ટક્કર મારી હતી, ત્યારબાદ રસ્તા પર ભારે ધડાકો સંભળાયો. ટક્કર બાદ બે થી ત્રણ વાહનોમાં આગ ભભૂકી ઉઠી, જેના કારણે અકસ્માત વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી ગયો. પુણે શહેર પોલીસના ઝોન 3ના ડીસીપી સંભાજી કદમે જણાવ્યું કે, “બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ…

ST બસનો અકસ્માત: સાપુતારા-માલેગાંવ હાઈવે પર 37 મુસાફરોનો આબાદ બચાવ

સાપુતારા-માલેગાંવ નેશનલ હાઈવે પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યારે નાસિકથી કડી (અમદાવાદ) જઈ રહેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની ST બસની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ. ઘટના ઘાટ વિસ્તારમાં બની હતી, જ્યાં રસ્તો ઢાળવાળો અને જોખમભરો છે. બસમાં કુલ 37 મુસાફરો સવાર હતા, પરંતુ ડ્રાઇવરના સાહસના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ડ્રાઇવરની હિંમતભરી કામગીરીથી ટળી મોટી દુર્ઘટના જેમજ ડ્રાઇવરને ખબર પડી કે બસની બ્રેક કામ કરવી બંધ કરી ચૂકી છે, એમજ તેણે તરત સતર્કતા દાખવી હતી. ગભરાયા વિના તેણે બસને નિયંત્રણમાં રાખી ખાડાવાળી સાઇડ પર ઉતારી દીધી, જેથી બસ પલટી ન ગઈ અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી શકાયાં. સદનસીબે, કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થતાં બધાએ રાહતનો શ્વાસ લીધો છે. ઈજાઓ…