Is Your Health Cover Enough Health Protection? 4 વર્ષમાં Health ઈન્શ્યોરન્સ ક્લેઇમની રકમમાં 32% નો ઉછાળો
ગુજરાતમાં સારવારનો ખર્ચ વધ્યો: Health ઇન્શ્યોરન્સ ક્લેઇમ ₹96,760 સુધી પહોંચ્યો ગુજરાતમાં Health ઇન્શ્યોરન્સના સરેરાશ ક્લેઇમમાં ચાર વર્ષમાં 32%નો વધારો થયો છે. અમદાવાદ અને વડોદરામાં સરેરાશ ક્લેઇમ ₹1 લાખને પાર પહોંચ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગુજરાતમાં સારવારનો ખર્ચ વધ્યો, Health ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં મોટો વધારો ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સારવાર અને હોસ્પિટલ સંબંધિત ખર્ચમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વધતા મેડિકલ ખર્ચની અસર હવે Health ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. એક અહેવાલ અનુસાર, રાજ્યમાં સરેરાશ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ 2022માં ₹73,141 હતો, જે વધીને 2026માં ₹96,760 થયો છે. એટલે કે ચાર વર્ષના સમયગાળામાં સરેરાશ ક્લેઇમમાં આશરે 32 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડા ગુજરાતમાં સારવારના વધતા ખર્ચ તરફ ધ્યાન દોરે છે. ખાસ કરીને મોટા…






