ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત સરકારની લાલ આંખ, બે વર્ષમાં ઝડપ્યું આટલા કરોડનું ડ્રગ્સ
રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંઓની વિધાનસભામાં વિગતવાર માહિતી રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના સોદાગરો સામે ગુજરાત પોલીસે ટોપ ટુ બોટમ ઇન્વેસ્ટિગેશન કરીને કડકમાં કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ડ્રગ્સ સોદાગરોની રૂ. 32.20 કરોડની મિલકતો પણ જપ્ત કરી છે. એટલું જ નહીં, ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા તત્વોના ગેરકાયદે બાંધકામો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને ‘પાંડી બ્રધર્સ’ જેવા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું છે. ડ્રગ નેટવર્કના મુળ સુધી પહોંચી સરકાર…
ગાંધીનગરથી ‘ડિજિટલ અન્ન વિતરણ’ના નવા યુગનો પ્રારંભ, આગામી સમયમાં સમગ્ર દેશમાં લાગુ થશે આ સિસ્ટમ
ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોશી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી એ 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ ‘ગરિમા પોષણ – સુપોષિત ગરુડેશ્વર તાલુકો’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) વચ્ચે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. આ કરારથી ફરિયાદોના નિવારણ…
હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થઈ અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, સંબોધનમાં કર્યો આ વાતનો ઉલ્લેખ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં 77મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા ખાતે દેશભક્તિના જોમ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને સલામી આપી હતી તથા શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ દળો દ્વારા રાષ્ટ્રીય સલામી સાથે પ્રભાવશાળી માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર મકરબા પોલીસ ગ્રાઉન્ડ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક પર્વના ઐતિહાસિક મહત્ત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં બંધારણ આધારિત વિશ્વના સૌથી મોટા લોકતંત્રના આત્મસન્માનનો સૂર્યોદય થયો હતો. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલા સંવિધાનનો ઉલ્લેખ કરતા…
દાવોસ WEF 2026/ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠકમાં ગુજરાતને લઈ જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ
સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઇ રહી છે. આ વાર્ષિક બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે. અહીં ઇન્ડિયા પેવેલિયન અંતર્ગત દેશના 10 રાજ્યોના પ્રતિનિધિમંડળ હાજર છે, જેઓ ભારતમાં રોકાણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને રજૂ કરીને રોકાણકારો સાથે ચર્ચા કરશે. ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સૌભાગ્યશાળી છે કે શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝનરી નેતૃત્વનો લાભ મળ્યો છે અને 2014 બાદ સમગ્ર દેશ તેમના નેતૃત્વમાં વિકાસ કરી રહ્યો છે. અત્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનું સૌથી મોટું અને મજબૂત ડેલિગેશન જોવા મળ્યું છે અને જ્યારે અમે વહેલી સવારે અહીં પહોંચ્યા, ત્યારે સમગ્ર દુનિયા વિશ્રામમાં હતી…
હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સહભાગી થવા થયા રવાના, આગામી ચાર દિવસમાં લેશે વિવિધ મહત્વની બેઠકોમાં ભાગ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) 2026માં ભાગ લેવા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રવાના થયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવોસ ખાતે રવાના થતા પહેલા જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત@2047ના વિઝનને દુનિયાના મહત્વના ઇકોનોમિક પ્લેટફોર્મ પરથી વિશ્વ સુધી પહોંચાડવા માટે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા જઈ રહ્યું છે. વર્ષોથી દુનિયાભરની કંપનીઓ માટે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટનું સૌથી મોટું પ્લેટફોર્મ અને પ્રિફર્ડ ડેસ્ટિનેશન રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી ઇન્ડસ્ટ્રીઝ પોલિસીઝને કારણે આજે ગુજરાત સેમીકન્ડક્ટર, લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ હબ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ રાજ્યના યુવાનો માટે નવી તકોનું સર્જન કરવાનો…
હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સંબોધન કરવા જશે સ્વિટ્ઝર્લેન્ડ, ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ કરાશે રજૂ
ગાંધીનગર / નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) 2026માં ભાગ લેવા જશે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ‘વિકસિત ગુજરાત @2047’ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે. 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતની સહભાગીતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. યોજાશે 58 જેટલી હાઈ-લેવલ ‘વન-ટુ-વન’ બેઠકો આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં…
Rajkot: આટકોટના દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, મળ્યો ફક્ત આટલા દિવસમાં ન્યાય
ગુજરાત માટે આજે મહત્વનો દિવસ ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાના આટકોટમાં 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલ દુષ્કર્મની ઘટના મામલે ન્યાયતંત્રએ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઘટનાના માત્ર 39 દિવસના ટૂંકા ગાળામાં જ કોર્ટે નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. રાજકોટ જિલ્લા પોલીસની સતર્કતાને કારણે 4 ડિસેમ્બરના બનેલી દુષ્કર્મની ઘટનાના માત્ર 11 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 20 ડિસેમ્બરથી શરૂ થયેલી પહેલી હિયરિંગ બાદ 3 જાન્યુઆરીએ વધારાના નિવેદનો લેવાયા હતા. ત્યાર બાદ 5 જાન્યુઆરીએ અંતિમ દલીલો પૂર્ણ કરવામાં આવી હતી. ઘટના ને લઈને સરકારી વકીલે આ ગુનાને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવીને આરોપી માટે ફાંસીની માંગ કરી હતી. 12 જાન્યુઆરીએ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો શું હતી ઘટના રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના કાનપરમાં ગત…
ક્યાં છે દારૂબંધી..? | GUJARAT | GUJARATI NEWS BULLETIN
અમદાવાદમાં નવા વર્ષની પૂર્વે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ 31stની ઉજવણી પહેલા અમદાવાદમાંથી ઝડપાયો કરોડોનો દારૂ ગામ્ય LCBએ ઝડપ્યો 2.2 કરોડનો વિદેશી દારૂનો જથ્થો રાજ્યમાં પ્રતિબંધ છતાં નવા વર્ષની ઉજવણી માટે દારૂની હેરાફેરી વટામણ-બગોદરા હાઈવે પર ટ્રેલરની અંદર વિદેશી દારૂની હેરાફેરી વર્ષાંતના દિવસોમાં દારૂની હેરાફેરી વધતા ચેકિંગ કડક બનાવાયું Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નું હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ, જાણો વિગત
નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા. 03 થી 07 ડિસેમ્બર-2025 સુધી યોજાશે. નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા એન્જિનિયરિંગ-મશિનરી એટલે કે, ‘ENGIMACH-2025’ એક્ઝિબિશનનો ગાંધીનગર ખાતે આજે શુભારંભ થયો છે. ENGIMACHમાં કુલ 1100થી વધુ દેશ-વિદેશની કંપનીઓ જોડાઈ છે. એક્ઝિબિશનમાં અંદાજે 50 હજારથી વધુ મુલાકાતીઓએ અગાઉથી સહભાગી થવા નોંધણી કરાવી છે પણ આ ત્રણ દિવસ દરમિયાન ચાલનારા એક્ઝિબિશનમાં 01 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવી સંભાવના છે. વિશ્વના અલગ અલગ દેશોમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે. એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત અને દેશના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ…
સરકારી જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા તમામ ગેરકાયદે દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર ! જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશોથી રાજ્યભરમાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં ગઈકાલે તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, લાયબ્રેરી અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સરકારી જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા તમામ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 12 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ દબાણોમાં એક ધાર્મિક દબાણ (દરગાહ), ત્રણ દુકાનો અને આઠ રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે.આ…
















