બલુચિસ્તાનમાં ભયાનક હત્યાકાંડ: પાકિસ્તાની સેના અને બળવાખોરો વચ્ચે લડાઈમાં 200ના મોત, વિસ્ફોટોથી હાહાકાર
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હિંસાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. બલુચ બળવાખોરો દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા બાદ પાકિસ્તાની સુરક્ષા દળોએ વ્યાપક લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં અત્યાર સુધીમાં 200 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 145 બલુચ લિબરેશન આર્મી (BLA)ના લડવૈયાઓ, 17 સુરક્ષા કર્મચારીઓ અને 31 નાગરિકોનો સમાવેશ થાય છે. પ્રાંતીય મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પુષ્ટિ કરી છે કે છેલ્લા 40 કલાકથી ચાલી રહેલા દરોડા અને લશ્કરી કાર્યવાહીમાં મૃત્યુઆંક પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટો છે. સમગ્ર પ્રાંતમાં વિસ્ફોટો, ગોળીબાર અને હિંસાને કારણે ભય અને અશાંતિનું માહોલ સર્જાયું છે. BLA દ્વારા ‘ઓપરેશન હારોફ’નો બીજો તબક્કો વિદ્રોહી સંગઠન બલુચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનને દબાણમાં મૂકવા માટે ‘ઓપરેશન હારોફ’ના બીજા તબક્કાની જાહેરાત કરી છે. BLAના પ્રવક્તા જિયાંદ બલોચના…







