Donald Trumpના Mar-a-Lago બહાર સુરક્ષા ભંગ : શોટગન અને પેટ્રોલ કેન સાથે યુવક ઘુસ્યો, ગોળીબારમાં મોત
અમેરિકાના ફ્લોરિડા રાજ્યના વેસ્ટ પામ બીચ વિસ્તારમાં સ્થિત માર-એ-લાગો નિવાસસ્થાન બહાર ગંભીર સુરક્ષા ભંગની ઘટના સામે આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ ભવ્ય નિવાસસ્થાન તરફ એક 20 વર્ષીય યુવકે પેટ્રોલ ભરેલું ડબ્બું અને શોટગન સાથે ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોની તાત્કાલિક કાર્યવાહી દરમિયાન ગોળીબારમાં તેનો મોત નિપજ્યો. માહિતી અનુસાર, સંદિગ્ધ યુવક પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની હરકતો શંકાસ્પદ જણાઈ. તેની પાસે ફ્યૂલ કેન અને હથિયાર જોવા મળતાં જ United States Secret Service અને Palm Beach County Sheriff’s Officeના અધિકારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ તંગ બનતાં ગોળીબારી કરવામાં આવી અને સ્થળ પર જ યુવકનું મોત થયું. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, પરિસરની સુરક્ષા માટે જોખમ ઊભું થતું જણાતાં તાત્કાલિક પ્રતિસાદ આપવો જરૂરી…







