થાઈલેન્ડની શાળામાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત 7ના મોત
થાઈલેન્ડમાં ફરી એકવાર ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. રાજધાની બેંગકોકને અડીને આવેલા નોન થાબુરી પ્રાંતના બેંગ ક્રૂઆઈ જિલ્લામાં આવેલી એક શાળામાં શુક્રવારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દેબસિરિન નોનથાબુરી સ્કૂલમાં બનેલી આ ઘટનામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા, જ્યારે ગોળીબાર કરનાર વિદ્યાર્થીએ બાદમાં પોતાને ગોળી મારી દેતાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે બેંગકોકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારથી શાળામાં મચી અફરાતફરી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શાળામાં અચાનક ગોળીઓના અવાજો સંભળાયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. એક 18 વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને…
સુરતમાં કાયદો-વ્યવસ્થાને આંચકો : ક્લાસ-1 અધિકારી સોનલ સોલંકી પર હુમલો, પોલીસ તપાસમાં રહસ્યખોળ
સુરતના અડાજણ વન વિભાગમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર 6 નવેમ્બરના સવારે હુમલો થયો હતો. કામરેજ નજીક કારમાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી સોનલ સોલંકીનો માથામાં ગોળી લાગી હતી. ઇજાગ્રસ્ત RFO સાથે તેનો 4 વર્ષનો દીકરો પણ હતો. તેમને તરત સુરતની હોસ્પિટલમાં ખસેડીને ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં માથામાંથી બુલેટ કાઢી લેવામાં આવ્યો. પોલીસ તપાસ અનુસાર, સોનલ સોલંકી અને તેમના પતિ, નિકુંજ ગોસ્વામી વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. તાજેતરમાં સોનલ સોલંકીએ નિકુંજ સામે જાસૂસી અને ભોગવટાના દાવા સાથે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ દિવસ પહેલા તેમની કારમાંથી GPS ટ્રેકર મળતા પોલીસએ નિકુંજની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેમનો મોબાઇલ બંધ જોવા મળ્યો હતો. પોલીસને શંકા CCTV ફૂટેજ અનુસાર, સોનલની કાર જોખા ગામ પાસેથી…








