Gandhinagar : રૂપાલ માં વરદાયિની માતાજીની પલ્લી નો ભક્તિભાવ… Spiritual 1

Gandhinagar : રૂપાલની પલ્લી નિજ મંદિરે પરત ફરી: ગામના રસ્તાઓ પર વહી ઘીની નદીઓ, લોકોએ વાસણોમાં ઘી ભર્યું; દર્શન માટે ભક્તોનું કીડિયારું ઉભરાયું Gandhinagar: ગુજરાતની આસ્થાનું પ્રતીક ગણાતી રૂપાલની વરદાયિની માતાજીની ઐતિહાસિક પલ્લી ભક્તિભાવ અને પરંપરાગત ઉત્સાહ વચ્ચે સંપન્ન થઈ છે. આસો સુદ નોમની મધરાત્રિએ નીકળેલી પાંચ જ્યોતવાળી પલ્લી ગામના નિર્ધારિત માર્ગો પર ફરીને ફરીથી નિજ મંદિર પરિસરમાં પરત ફરી હતી. આ દરમિયાન માતાજીનાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રૂપાલ ગામમાં ઉમટી પડ્યા હતા. પલ્લી પર ચોખ્ખું ઘી અર્પણ કરવાની પરંપરાને કારણે ગામની શેરીઓ અને રસ્તાઓ પર ઘી વહેતું જોવા મળ્યું હતું. કેટલાક લોકોએ રસ્તા પર એકત્ર થયેલું ઘી વાસણોમાં ભર્યું હતું. -> પલ્લી પરત ફરતાં ભક્તિપૂર્ણ માહોલ : Gandhinagar નજીક આવેલા રૂપાલ ગામમાં દર…