ગુજરાતમાં ₹634 કરોડનું SD Pay કૌભાંડ: દોઢ લાખથી વધુ લોકો જોડાયા, 6 આરોપીઓ ઝડપાયા Financial Scam
ગુજરાતમાં ₹634 કરોડનું SD Pay કૌભાંડ: દોઢ લાખથી વધુ લોકો જોડાયા, 6 આરોપીઓ ઝડપાયા અમરેલી:SD Payગુજરાતમાં ઓનલાઈન રોકાણ અને ઝડપી કમાણીની લાલચ આપીને લોકોને છેતરપિંડીમાં ફસાવવાના વધુ એક મોટા કૌભાંડનો અમરેલી સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસ મુજબ SD Pay અને Apna Pay નામની મોબાઈલ એપ્લિકેશન મારફતે આશરે ₹634 કરોડના નાણાકીય વ્યવહારોનું કૌભાંડ સામે આવ્યું છે. આ નેટવર્કમાં દોઢ લાખથી વધુ લોકો જોડાયા હોવાનો પોલીસનો દાવો છે. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT દ્વારા કંપનીના ડિરેક્ટર સહિત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક બેન્ક ખાતાં, કંપનીઓ અને નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે. -> SD Pay એપ દ્વારા લોકોને જોડવામાં આવ્યા : પોલીસ તપાસ મુજબ આરોપીઓએ…






