ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા
ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ તમામ અધ્યક્ષ ઓનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યુ હતું. આ મુલાકાત દરમ્યાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરીએ જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે ગુજરાત વિધાનસભાની કામગીરી પણ નવીનત્તમ ટેકનોલોજી સાથે આધુનિક બની રહી છે. પ્રજાના પ્રશ્નોની ઝડપથી ચર્ચા થઈ શકે તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ એ પોતાના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવેલા પ્રજાલક્ષી બદલાવ અંગે માહિતી પુરી પાડી હતી. આ પ્રસંગે રાજ્યપાલ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને જન જન સુધી પહોંચાડવાના પ્રયાસોને…







