ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, 61 અસરગ્રસ્ત; 10ની હાલત ગંભીર

ભાવનગર જિલ્લાના ખારકડી ગામમાં સામે આવેલા નકલી દારૂકાંડની ગંભીરતા સતત વધી રહી છે. ઝેરી દારૂ પીધા બાદ સારવાર લઈ રહેલા વધુ બે દર્દીઓના મોત થતાં 23 ઓગસ્ટ 2026 સુધીમાં મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. મૃતકોમાં મૂળ મહીસાગર જિલ્લાના મુકેશ ડામોર અને ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં આશરે 61 લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 10 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. વધુ બે દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો મળતી માહિતી પ્રમાણે મૂળ મહીસાગર જિલ્લાના મુકેશ ડામોરની ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તબિયત વધુ ગંભીર બનતા તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.…

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ત્રણ દિવસ ચાલનારા આ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી કામકાજ, વિધેયકો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે, જ્યારે વિપક્ષ પણ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકારને ઘેરવાની તૈયારીમાં છે. વિધાનસભાનું સત્ર રાજ્યના વહીવટી અને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ધારાસભ્યોને પોતાના મતવિસ્તાર સાથે જોડાયેલા પ્રશ્નો, સમસ્યાઓ અને સૂચનો રજૂ કરવાની તક મળે છે. સત્ર દરમિયાન રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ જનતાને અસર કરતા પ્રશ્નો પર ચર્ચા થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાના રાજ્યપાલે કર્યું સત્રનું આહ્વાન ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર માટે રાજ્યપાલ દ્વારા…