સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન માટે ઐતિહાસિક કરાર, ₹1,527.56 કરોડના એમઓયુ (MoU)થયાં : પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિત
વિધાનસભા ગૃહ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા એમઓયુની વિગતો આપતાં પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિતે જણાવ્યું કે VGRC-2025 અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન માટે કુલ ₹1,527.56 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. પ્રવાસન રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસન અને આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનાં પગલાં લેવામાં આવ્યાં છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પ્રવાસન સુવિધાઓ ઊભી કરવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા તથા સ્થાનિક સ્તરે રોજગારી અને આવકના સ્રોતમાં વધારો કરવા વ્યૂહાત્મક એમઓયુ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઈકો-ટૂરિઝમના વિકાસ માટે અને હોટલો, રિસોર્ટ્સ અને એડવાન્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવશે. નિષ્ણાત સંસ્થાઓ સાથે ચાર જેટલાં સ્ટ્રેટેજિક એમઓયુ પણ કરવામાં આવ્યાં છે. જેનો…







