કેનેડામાં ગુજરાતની ગૌરવગાથા: “જ્યાં વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતી” – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતની ઓળખ માત્ર ભારતના એક રાજ્ય તરીકે નહીં પરંતુ વિશ્વભરમાં પોતાની મહેનત, ઉદ્યોગસાહસિકતા અને સંસ્કૃતિથી આગવી ઓળખ ઉભી કરનાર સમુદાય તરીકે પણ થઈ છે. અમેરિકાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ કેનેડા પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટોરેન્ટોમાં ગુજરાતી સમુદાય સાથે સંવાદ કરતાં ગુજરાતીઓની વૈશ્વિક ઓળખ અને ગુજરાતના વિકાસની ગાથા પર પ્રકાશ પાડ્યો હતો. મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળના સ્વાગત માટે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડા દ્વારા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “જ્યાં પણ વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતીની આગવી ઓળખ છે.” કેનેડામાં ટોરેન્ટો એરપોર્ટ પર પરંપરાગત સ્વાગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને રવિવારે કેનેડા પહોંચ્યું હતું.…

જનોઈ બદલવાની તારીખ અંગે મૂંઝવણ દૂર: ઋગ્વેદી બ્રાહ્મણો 26મીએ, તૈતરીય શાખાના ભૂદેવો 28મીએ યજ્ઞોપવિત બદલશે

બળેવ અને રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલવાની તારીખ અને મુહૂર્તને લઈને વિવિધ મત પ્રવર્તી રહ્યા છે. અલગ-અલગ વેદશાખા અને પરંપરા મુજબ જનોઈ બદલવાની તારીખ અલગ હોવાથી લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. આ અંગે જ્યોતિષાચાર્ય ડો. દિલીપભાઈ દવેએ સ્પષ્ટતા કરતાં કઈ શાખાના બ્રાહ્મણોએ કયા દિવસે જનોઈ બદલવી તે અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ ઋગ્વેદી બ્રાહ્મણોએ બુધવાર, 26 ઓગસ્ટ 2026ના રોજ શ્રવણ નક્ષત્રમાં યજ્ઞોપવિત બદલવાનું રહેશે. જ્યારે અન્ય વેદશાખાના ભૂદેવો માટે પૂર્ણિમાના સમયને ધ્યાનમાં રાખીને અલગ તારીખ નક્કી કરવામાં આવી છે. ઋગ્વેદી બ્રાહ્મણો 26 ઓગસ્ટે જનોઈ બદલશે ઋગ્વેદી બ્રાહ્મણો માટે 26 ઓગસ્ટ, બુધવારનો દિવસ જનોઈ બદલવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર હોવાથી…