Paid Leave For Voting In Gujarat 2026: મતાધિકાર માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત.. Mandatory

Gujaratમાં 11 ઓક્ટોબરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવી પડશે Gujaratમાં આગામી 11 ઓક્ટોબર 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજ્યના શ્રમ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. ચૂંટણીના દિવસે મતદાન કરવા માટે શ્રમયોગીઓ અને કર્મચારીઓને જરૂરી સમય મળી રહે તે માટે ચૂંટણી હેઠળ આવતા વિસ્તારોમાં સંસ્થાઓ અને નોકરીદાતાઓએ ખાસ વ્યવસ્થા કરવાની રહેશે. રાજ્યના શ્રમ નિયામક, ગાંધીનગરની યાદીમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. યાદી અનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ વિવિધ Gujarat સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળશે. ચૂંટણી પ્રક્રિયામાં કામ કરતા કર્મચારીઓ પણ સરળતાથી મતદાન કરી શકે તે માટે શ્રમ વિભાગે…