ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને સરપ્રાઇઝ સ્થાન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં નીતિન નબીનની નવી ટીમની જાહેરાત સાથે ગુજરાતનું પ્રતિનિધિત્વ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ભાજપે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ચાર નેતાઓને મહત્વની જવાબદારી સોંપી છે. તેમાં વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે વર્ષાબહેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સ્થાન મળ્યું છે. પૂર્વ ધારાસભ્ય જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ચાર ગુજરાતીઓને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના ચાર ચહેરાઓને સ્થાન મળવું રાજ્યના સંગઠન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું સીધું પ્રતિનિધિત્વ મર્યાદિત હતું. હવે એકસાથે ચાર નેતાઓને જવાબદારી મળતા ગુજરાત ભાજપનું સંગઠનાત્મક કદ રાષ્ટ્રીય સ્તરે વધ્યું હોવાનું રાજકીય…

ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠન મજબૂત કરવાની કવાયત: 42 જિલ્લા-મહાનગર અને 7 મોરચાના પ્રભારીની નિમણૂક

ગુજરાત ભાજપ દ્વારા રાજ્યવ્યાપી સંગઠનને વધુ સક્રિય અને સશક્ત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પ્રદેશ પ્રમુખ દ્વારા 42 જિલ્લા અને મહાનગર માટે પ્રભારીઓ તેમજ 7 પ્રદેશ મોરચાઓના પ્રભારીની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. પાર્ટીના મુખ્ય કાર્યાલય ‘શ્રી કમલમ’ ગાંધીનગર માંથી બહાર પડેલા નિમણૂક પત્રમાં વિવિધ વિસ્તારોના વરિષ્ઠ અને અનુભવી કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે યુવા મોરચાના પ્રભારી તરીકે કિરીટ પટેલની નિમણુંક કરવામાં આવી છે. સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા મહાનગરો ઉપરાંત તાપી, નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ નવા પ્રભારીઓ નિયુક્ત કરાયા છે. આ નિયુક્તિઓ પાછળ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક પ્રભારીને પોતાના…

ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર: નવી કારોબારી યાદી જાહેર, 79 સભ્યોને સ્થાન

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નવી પ્રદેશ કારોબારી યાદી જાહેર કરવામાં આવી છે. નવા કાફલામાં કુલ 79 સભ્યોનો સમાવેશ છે, સાથે 26 આમંત્રિત સભ્યોને પણ સ્થાન મળ્યું છે. યાદીમાં રાજકીય મજબૂતી અને અનુભવી નેતાઓનો સમાવેશ નવાં સભ્યોમાં ખાસ કરીને રાજકોટથી ધનસુખ ભંડેરી, કશ્યપ શુકલ, કમલેશ મિરાણી, અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરિયા અને રાજુ ધ્રુવને સ્થાન આપવામાં આવ્યું છે. આમંત્રિત સભ્યોમાં સિનિયર નેતાઓ, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ જિલ્લા પ્રમુખોનો સમાવેશ છે. જુના જોગીઓ અને કોંગ્રેસથી જોડાયેલા નેતાઓ સુરતથી દર્શનાબેન જરદોશ, પંચમહાલથી નિમિષાબેન સુથાર, અમદાવાદથી યોગેશ ગઢવી સહિતના નેતાઓને વિશેષ આમંત્રિત તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ વજુભાઈ વાળા, પુરષોત્તમ રૂપાલા, આરસી ફળદુ, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,…

ગુજરાત ભાજપ સંગઠનની જાહેર કરાયેલ નવી ટીમની આવતીકાલે કમલમ ખાતે મહત્વની બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક બાદ ભાજપ પ્રદેશ સંગઠનની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શનિવારે મોડી રાતે જાહેર કરાયેલી આ ટીમમાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિત વિવિધ મહત્વના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. નવી ટીમની જાહેરાત બાદ આવતીકાલે સવારે 10 વાગ્યે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે મહત્વની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રીઓ તેમજ વિવિધ મોરચાના પ્રદેશ આગેવાનો હાજર રહેશે. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા, સંગઠનને વધુ મજબૂત બનાવવાની રણનીતિ તેમજ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભાજપ પ્રદેશ સંગઠનના નવા હોદ્દેદારોની યાદી ભાજપ પ્રદેશ સંગઠનમાં ચાર મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં – અનિરૂદ્ધ દવે (કચ્છ) – ડો. પ્રશાંત કોરાટ (રાજકોટ) – અજય બ્રહ્મભટ્ટ…

જગદીશ વિશ્વકર્માની ટીમની જાહેરાત: મહામંત્રી-અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પાર્ટીમાં વ્યાપક સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. 27 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલી નિમણૂક મુજબ મહામંત્રી, કોષાધ્યક્ષ, ઉપપ્રમુખ, મંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. અગત્યની નવી નિમણૂકો: મહામંત્રી: કચ્છ – અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર – હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ – ડો. પ્રશાંત કોરાટ, ખેડા – અજય બ્રહ્મભટ્ટ કોષાધ્યક્ષ: ડો. પરિન્દુ ભગત ઉપપ્રમુખ: અમદાવાદ – ભરત પંડ્યા કાર્યાલય મંત્રી: શ્રીનાથભાઈ શાહ મુખ્‍ય પ્રવક્તા: ડો. અનિલ પટેલ મીડિયા ઇન્ચાર્જ: ડો. પ્રશાંત વાળા   પાર્ટી સૂત્રો અનુસાર, આ નિમણૂકો આગામી ચૂંટણી અને સંગઠન મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. તમામ પદાધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જવાબદારીઓ સંભાળવા સૂચના આપવામાં આવી છે, જેથી ભાજપ ગુજરાતમાં સંગઠનાત્મક ગતિ વધુ તેજ કરી શકે.…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, નવા વર્ષની શરૂઆતમાં કાર્યકર્તાઓ સાથે વિશેષ મિટિંગ

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ નેતા અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. નવા વર્ષની શુભ શરૂઆત આપવાના ઇરાદે તેઓ તેમની નિવાસસ્થાને ભાજપ કાર્યકર્તાઓ સાથે વિશેષ મીટિંગ યોજશે, જેમાં નેતૃત્વ તથા કાર્યકૃતિઓ સાથે દલીલ અને વિનિમય સંભળાવવાનું પ્લાન છે. અમિત શાહ 22 ઑક્ટોબરના રોજ પોતાનો જન્મદિવસ પણ ઉજવશે, જેમાં અનેક કાર્યકર્તાઓ અને સમર્થકો તેમની તેમના નિવાસસ્થાને આવીને શુભેચ્છાઓ પાઠવશે. કાર્યકર્તાઓમાં ઉત્સાહમાં વધારો થયો છે, કારણ કે નવી વર્ષની શરૂઆતમાં નેતૃત્વ આપણી મા ઠેથી ચર્ચા કરશે અને પાર્ટી માટે મજબૂત જોડાણ બનાવવાની તૈયારીમાં છે. પ્રવાસ દરમિયાન સુરક્ષા તેમજ આયોજન માટે સઘન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી કાર્યક્રમ સલામત અને સુવ્યવસ્થિત હોઈ શકે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I…

4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવો પ્રદેશ પ્રમુખ, તડામાર તૈયારીઓ શરૂ

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત હવે કોઈ પણ ક્ષણે થઈ શકે છે. સૂત્રો મુજબ આગામી 4 ઓક્ટોબરે નવાં પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળવામાં આવશે. પ્રદેશ સંગઠન દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ પહેલેથી જ નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યભરમાં તડામાર organizational કામગીરી શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમ પહેલાથી નક્કી નવો પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે ભલે ભાજપે હજી જાહેરાત નથી કરી, પરંતુ પાર્ટીએ આગામી દિવસોની સંકલિત યોજનાઓ તૈયાર કરી લીધી છે. 4 ઓક્ટોબર, શનિવારે નવા પ્રમુખ દ્વારા પ્રમુખપદનો ચાર્જ સંભાળવામાં આવશે. કમલમ ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં નવી જવાબદારી સોંપાશે. ત્યારબાદ, નવા પ્રદેશ પ્રમુખ માટે સમગ્ર ગુજરાત પ્રવાસનું આયોજન થઈ ચૂક્યું છે. એક મહિના માટે પ્રદેશ પ્રવાસ અને બોડી રચના નવા પ્રદેશ પ્રમુખને ચાર્જ મળ્યા બાદ…

દશેરા પહેલા ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ: ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે કરી મુલાકાત, જાણો વિગત

ગુજરાતના રાજકારણમાં મોટી હલચલનું સંકેત મળ્યું છે. દશેરા તહેવાર પહેલા રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરફાર થવાની શકયતાઓ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગાંધીનગર રાજભવન ખાતે મહત્વની મુલાકાત કરી છે. મુલાકાત લગભગ 20 મિનિટ સુધી ચાલ્યો હતો અને તેને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. PM મોદીની મુલાકાત બાદ તાત્કાલિક રાજ્યપાલને મળ્યા CM મુખ્યમંત્રીએ તાજેતરમાં દિલ્લી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. અહેવાલો મુજબ, આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતના સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ, નવા પ્રદેશ પ્રમુખની પસંદગી, તેમજ આગામી ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. મંત્રીમંડળમાં ફેરફાર માટે લીલીઝંડી? સૂત્રો મુજબ, હવે મંત્રીમંડળના વિસ્તરણ માટે PM મોદીની મંજૂરી મળી ગઈ છે. જેમાં: – નોન-પરફોર્મિંગ મંત્રીઓને બદલી શકાય છે – તબીયત…