ગોષ્ઠિ ગુજરાતની

પંકજ મકવાણા,અમદાવાદ/ સંવેદનશીલ સમયે હાર્દિકનો અવિચારી પ્રયોગ ભાજપના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલે રવિવારે એક એવા સંવેદનશીલ સમયે કોંગ્રેસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી, જયારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંજોગો ચાલી રહ્યાં છે. મોટા ભાગના નેતાઓ સંયમ પાળીને શાંતિ જાળવી રહ્યા છે ત્યારે હાર્દિકે તત્કાલ ભૂતકાળના આતંકવાદી હુમલાઓ કોંગ્રેસના શાસનકાળ સાથે જોડીને એક જુનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમની આ પોસ્ટને જનતાએ ઉત્તર આપ્યો નહિ. વળી, ઘણી જાતની ટીકા અને મિમ બનાવવામાં આવ્યા. કેટલાક લોકોએ 1971ના યુદ્ધ સમયે ઇન્દિરા ગાંધીની સખત નેતાગીરી યાદ અપાવી, જેના જવાબમાં હાર્દિકે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમ છતાં, તેમના આ વલણથી ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ અસંતોષમાં આવ્યા છે. આ ઘટના દર્શાવે છે કે દુર્ઘટનાઓ અને તણાવભર્યા મુદ્દાઓ પર રાજકારણ…

AMCના પરિપત્રો – કાયદાની મૃદુતા કે તંત્રની મૌલિકતા? “કમિશનરનો પરિપત્ર કાગળ પર, પરંતુ અમલની અવસ્થા શૂન્ય!”

પંકજ મકવાણા,અમદાવાદ/  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરેલા પરિપત્રો ક્યારેક નાગરિકોની આશાઓ અને હક માટેનો માર્ગદર્શન છે, તો ક્યારેક એ માત્ર નમણુંક છે, જે પત્રો પર અંકિત હોય છે. અનિચ્છનીય રીતે, AMC તંત્ર આ પરિપત્રોને વધુવાર અવગણતા રહે છે, અને આ માત્ર એક પત્રકારિક આવરણની જેમ રહી જાય છે. જ્યારે કમિશનર અમુક પરિસ્થિતિઓમાં કામગીરી કરવા માટે ચોક્કસ શરતો સાથે પરિપત્ર જાહેર કરે છે, ત્યારે તેનો અમલ કરવામાં તંત્ર શું કરે છે? જયારે પરિપત્ર મર્યાદિત સમયગાળો અને નીતિનું પાલન કરવા માટે આવે છે, ત્યારે પથ્થર તોડવાના કામે જાહેર જગ્યાએ વ્યાવસાયિક મૌલિકતા વગર આગળ વધે છે. જેમ AMC દ્વારા પરિપત્ર કરવામાં આવે છે, તેમ તે ક્યાં સુધી અમલમાં આવે છે? કાયદાના નિયમો, જે સાચી દિશામાં નાગરિકોને મદદરૂપ…

યુવા પ્રોબેશનરી IAS અધિકારીઓને B india તરફથી સંકલિત સંદેશ

પંકજ મકવાણા, અમદાવાદ/ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જવાબદારી સંભાળતા 2024 બેચના યુવા અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ. ગુજરાત જે દેશના વિકાસનો રોલ મોડલ ગણાય છે, ત્યાં ફરજ બજાવવી એ તમારા માટે માત્ર તક નહીં પણ એક જનવિશ્વાસની જવાબદારી છે. આજે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં – ગ્રામ્ય વિકાસથી લઈને શહેરી સુશાસન સુધી, આરોગ્ય અને પોષણથી લઈ શિક્ષણ સુધારણા સુધી, પારદર્શી વહીવટથી લઈને પબ્લિક ગ્રિવન્સ રેડ્રેસલ સુધી, દરેક ક્ષેત્રમાં જનસેવાનો વ્યાપ વિસ્તરતો જઈ રહ્યો છે. મહિલા અને બાળ કલ્યાણ, કાયદો અને વ્યવસ્થા, ડિજિટલ ગવર્નન્સ, યુવાનોના સશક્તિકરણ, જળસંગ્રહ અને પર્યાવરણ જાગૃતિ, તેમજ ગ્રામ પંચાયતોના સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં તમે નવા વિચાર, નવી કાર્યશૈલી અને જનસંપર્કની નવી ભાષા લઈને આવો – તેવી આશા છે. તમારું નિર્મળ…

રાજકોટ ભાજપના કોર્પોરેટરે તણાવભર્યા વાતાવરણમાં પણ જોયો રાજકીય લાભ ! કરી આ પોસ્ટ અને મામલો પહોંચ્યો પ્રદેશ કક્ષાએ…

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યા વાતાવરણને લઈ સમગ્ર દેશ એક થઈ અને પાકિસ્તાન સામે જાણે મોરચો માંડ્યો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બીજી તરફ હવે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે. આ દરમિયાન રાજકોટ ભાજપના એક કોર્પોરેટરની પોસ્ટથી વિવાદ સામે આવ્યો છે. RAJKOT BJP નામના ગ્રૂપમાં કોર્પોરેટર ચેતન સુરેજાએ પોસ્ટ મૂકી હતી કે, ‘240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, જો આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે…(જો આ પાછું નવું આવ્યું).’ RAJKOT BJP નામના વોટ્સએપ ગ્રૂપમાં વોર્ડ નં.10ના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટે રાજકોટ શહેર ભાજપના ટોચના હોદ્દેદારોને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. ભાજપના આ ગ્રૂપમાં 462 જેટલા સભ્ય છે જેમાં રાજકોટના ચારેય ધારાસભ્ય, તમામ કોર્પોરેટર ઉપરાંત…

કલેક્ટર સાહેબ, દેશરક્ષક સામે તમારું મૌન નહીં ચાલે – તમે રાજસેવક છો, રાજા નહિ!”

પંકજ મકવાણા, અમદાવાદ /  ‘દેશ માટે લડનારના પરિવારને માન આપવાનું ચૂક્યા’ હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે, આર્મી મેન અને તેનો પરિવાર દેશ અને સરકાર તરફે સામાજિક પ્રતિબદ્ધતા ધરાવે છે. પરંતુ સરકારને તેમની સાથે જાણે કોઈ નિસ્બત નથી. આ વર્તન ચલાવી શકાય નહિ. કલેક્ટરો આર્મીમેન અને તેમના પરિવારને માન આપવાનું ચૂકી ગયા છે. સરકાર તરફે એવી દલીલ કરાઈ હતી કે, અરજદારે 18 વર્ષનો વિલંબ કર્યો છે તેથી ટકવાપાત્ર નથી. આર્મીમેનને 18 વર્ષ સુધી પ્લોટ નહિ ફાળવાતા તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેનું જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન છે. આ મામલે કોર્ટના અભિપ્રાય અને સચોટ વિશ્લેષણ એ મહત્વપૂર્ણ છે કે, જ્યારે એક નિવૃત્ત આર્મી મેન 18 વર્ષ સુધી પ્લોટ માટે રાહ જોઈ રહ્યો…

કેરળમાં આ વર્ષે 4 દિવસ વહેલી થશે ચોમાસાની એન્ટ્રી, જાણો આ વર્ષે કેવો રહેશે વરસાદ

હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે કેરળ વહેલું પહોંચવાની ધારણા છે. જો 27 મે સુધીમાં ચોમાસુ કેરળમાં આવી જશે, તો તે 2009 પછીનું સૌથી પહેલું ચોમાસુ હશે. 2009 માં, ચોમાસુ 23 મે ના રોજ કેરળમાં પહોંચ્યું હતું. ગયા વર્ષે, ચોમાસું 30 મેના રોજ કેરળમાં પ્રવેશ્યું હતું, જેમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા હતી . જ્યારે ચોમાસું કેરળમાં 2023માં 8 જૂન, 2022માં 29 મે, 2021માં 3 જૂન અને 2020માં 1 જૂને પહોંચ્યું હતું. સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસું 1 જૂને કેરળ પહોંચે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર ભારતને આવરી લે છે. 17 સપ્ટેમ્બરથી, ચોમાસું ભારતના…

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જામનગર કલેકટરે બ્લેકઆઉટને લઈ લીધો મોટો નિર્ણય, જાણો વિગત

ભારત – પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન જામનગર જિલ્લા અને શહેરમાં સાયરન વાગ્યા હતા. ત્યાર બાદ હવે જામનગરના કલેકટર કેતન ઠક્કરે રાત્રે 8 થી સવારના 6 સુધી બ્લેકઆઉટ જાહેર કર્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીના વાતાવરણને લઈને જામનગર જિલ્લામાં કલેક્ટરશ્રી કેતન ઠક્કર દ્વારા આજે તા.10/525 ના રોજ રાત્રીના 8 કલાક થી આવતીકાલ તા.11/5/25 સવારે 6 કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને કરી આ અપીલ બ્લેકઆઉટ દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર/ ઇન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે.…

સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તોડનારની ખેર નથી… કડક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની સૂચના

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે,. આ દરમિયાન ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ. જેમાં સેનાનું મનોબળ તોડવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ વડા, જિલ્લા પોલીસ વડા સહિત સાયબર ક્રાઇમના અધિકારીઓ જોડાયા હતા. જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી તેમજ સેનાનું મનોબળ તુટે તે પ્રકારના લખાણો પોસ્ટ કરનાર લોકો સામે…

21 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, હત્યાના ગુનામાં ગયો હતો જેલમાં

ઇમરાન કુરૈશી, અમદાવાદ/ અમદાવાદ પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. 21 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર થયેલ પાકા કામના કેદીને ઝડપી પાડ્યો છે. અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે શાહીબાગ પોલીસ સ્ટેશન મુજબ મર્ડરના ગુનાના કામે સાબરમતી જેલમાં કેદ રહેલ પાકા કામનો કેદી છેલ્લા 21 વર્ષથી ફર્લો રજા પર છુટી ફરાર થઇ ગયેલ હતો. જે ફર્લો ફરારી પાકા કેદી ઈનાયતભાઈ કાલુમીયા ગવલી રહે-કેમ્પ સદર બજાર શાહીબાગ અમદાવાદ શહેરને શાહીબાગ આગળથી ઝડપી પાડી ડીટેઈન કરી અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે મોકલવા તજવીજ કરેલ છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

ગાંધીનગર: સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે હર્ષ સંઘવીએ બોલાવી મહત્વની બેઠક, જાણો રાજ્યની શું છે સ્થિતિ

ભારત પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓ હાઇ એલર્ટ પર છે. આ દરમિયાન પાકિસ્તાને ભુજ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ હજુ પણ પાકિસ્તાન સરહદી વિસ્તારમાં હુલો કરે તેવી સંભાવનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં મહત્વની બેઠક બોલાવી છે. જેમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી ,મહેસુલ વિભાગના અધિક સચિવ જયંતિ રવિ હાજર રહ્યા હતા. ભારતે કચ્છ સરહદ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરતા ત્રણ પાકિસ્તાની ડ્રોન તોડી પાડયા છે. અને પાકિસ્તાન તરફથી ગુજરાતના સરહદી વિસ્તારમાં હુમલો થવાની પૂરી શક્યતા છે જેને લઈને રાજ્યના 18 જિલ્લાઓ હાઈએલર્ટ પર છે. આ સાથે જ્યારે કચ્છ, બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના ધાર્મિક સ્થળો એવા સોમનાથ, શક્તિ…