રોહિત શર્માની જેમ રવીન્દ્ર જાડેજાના નામનું પણ સ્ટેન્ડ બનાવો….. નયનાબા જાડેજાએ કરી માંગ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જેને લઈને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. ત્યારે ‘જડડુ’ તરીકે જાણીતા ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામનું રાજકોટનાં નિરંજન શાહ અથવા અમદાવાદના મોદી સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવા તેમના મોટા બહેન નયનાબા જાડેજાએ માંગ કરી છે.

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવવા રવીન્દ્ર જાડેજાના બહેન મેદાને આવ્યા છે. તેમણે માંગ કરી છે કે રાજકોટ કે અમદાવાદના સ્ટેડિયમમાં રવીન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ છે અને દુનિયાના સૌથી સફળ ઓલરાઉન્ડર્સમાં સ્થાન ધરાવે છે. તો પછી તેમના નામે સ્ટેન્ડ ન બને એ યોગ્ય ન કહેવાય.

સોશિયલ મીડિયા પર નયનાબાએ કરી પોસ્ટ
તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, રોહિત શર્માને જો આટલું માન આપવામાં આવે તો સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું નામ વધારનાર જે સતત 1158 દિવસથી પણ વધારે ટેસ્ટમાં પોતાનું નામ જડકાયું છે એવા “test all rounder” રવિન્દ્ર જાડેજા ના નામે પણ એક સ્ટેન્ડ કેમ નહીં રાજકોટના નિરંજનશા સ્ટેડિયમ અથવા તો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પણ હું માનું છું કે એમને સ્થાન આપવું જોઈએ.

રોહિત શર્માના નામનું વનખેડે સ્ટેડિયમમાં સ્ટેન્ડ
રોહિત શર્માની નિવૃતિ બાદ મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં એક સ્ટેન્ડને ‘હિટમેન’ તરીકે ઓળખાતા રોહિત શર્માનું નામ અપાયું છે. શુક્રવારે રોહિત શર્મા અને તેનાં પરિવારજનોની હાજરીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના હસ્તે આ સ્ટેન્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

Related Posts

BIS : સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો Significant Price Escalation

(BIS સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો અગાઉ જ્વેલર્સ પર ખર્ચનો બોજ; સબસિડીની માગ દેશભરમાં સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના આર્ટિકલના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સોનાના દરેક આર્ટિકલ માટે હોલમાર્કિંગ ફી ₹45 હતી, જે હવે વધારીને ₹75 કરવામાં આવી છે. એટલે કે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ આશરે 66.7 ટકા થાય છે. નવી ફી 14 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે.હોલમાર્કિંગનો હેતુ સોનાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે ગ્રાહકને વિશ્વસનીય માહિતી આપવાનો છે. BISની વ્યવસ્થામાં હોલમાર્કવાળી જ્વેલરી પર શુદ્ધતા સંબંધિત નિશાની અને HUID જેવી વિગતો ગ્રાહકને ચકાસણીની સુવિધા…

મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી 8 Remarkable Intervention

મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી; 8 દિવસ પહેલાં જ PMને મળ્યા હતા  BJP : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના થોડા દિવસ બાદ તેમના એક મિત્રને જમીન પરત મળવાની ઘટના ચર્ચામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, જે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેમાં BJPના ધારાસભ્યએ કબજો છોડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જમીન પર બાંધકામ માટે આપવામાં આવેલી પરમિટ પણ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને રાજકીય અને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે, કારણ કે જમીન પરત મળવાની કાર્યવાહી વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના માત્ર આઠ દિવસ બાદ થઈ હોવાની માહિતી સામે આવી છે. જોકે, બંને ઘટનાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *