રાજ્યની મહાનગરપાલિકાઓ ફરતે બનશે નવા રિંગ રોડ, જાણો રાજ્ય સરકારનો શું છે પ્લાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દ્વારા સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મંજૂરી આપી છે.

રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિકસાવવાના થતા આવા ગ્રીન રીંગ રોડ માટે રૂ.200 કરોડનું બજેટ પ્રાવધાન કરેલું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મુખ્ય ભાગમાં પ્રવેશ્યા વિના શહેરના વિવિધ ભાગો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા અને શહેરોના કેન્દ્રથી ટ્રાફિકને દૂર વાળવા શહેરની ફરતે રિંગ રોડ વિકાસથી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. એટલું જ નહિં, શહેરી વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિક ભારણનું અદ્યતન અને સ્માર્ટ ટેકનોલોજીથી ડાયવર્ઝન, નિયંત્રણ અને વ્યવસ્થાપન કરવાની બાબતો પણ આવરી લેવામાં આવી છે.

તજજ્ઞોની એડવાઈઝરી કમિટી રચવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની SOP તૈયાર કરવા માટે આ ક્ષેત્રના જાણકાર, અનુભવી અને જરૂરી કુશળતા ધરાવતા તજજ્ઞોની એડવાઈઝરી કમિટી અગ્ર સચિવ ની અધ્યક્ષતામાં રચવામાં આવી હતી. આ તજજ્ઞ કમિટીની ભલામણો મુજબ આવા રિંગ રોડ નિર્માણમાં અદ્યતન ગ્રીન-ક્લીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને સામગ્રીઓના વધુને વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય પણ રાખવામાં આવ્યો છે.

શહેરોની સુંદરતા અને પર્યાવરણપ્રિય મૂલ્યોમાં વધારો કરવાની સાથે દૃઢ અને ન્યૂનતમ જાળવણી ધરાવતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની બાબત આ રિંગ રોડ વિકાસ યોજનાની SOPમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.

ગ્રીન રીંગ રોડ માટે સ્ટેઈનેબલ ઈન્ટીગ્રેશન અન્વયે કેરેઝ-વે, મીડિયન અને શોલ્ડર્સ, ડ્રેનેજ અને વરસાદી પાણીનું વ્યવસ્થાપન, રોડ યુટીલિટીઝ, વૃક્ષારોપણ તથા ટ્રાફિક વ્યવસ્થાપન અને રોડ સલામતિ સુવિધાઓ પણ આવરી લેવામાં આવી છે.

જે મહાનગરોમાં ગ્રીન રિંગ રોડનો વિકાસ આ યોજનામાં કરવામાં આવે તેમાં નવીન સંસાધનો પરની જરૂરિયાત ઘટાડવા અને સરક્યુલર ઇકોનોમીને વેગ આપવા માટે રોડ નિર્માણમાં ઉપયોગ થનારા કુલ મટિરીયલના 25 ટકા રિસાયકલ મટીરીયલના ઉપયોગને પ્રાથમિકતા આપવાનું પણ SOPમાં ઠરાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત આવા ગ્રીન રિંગ રોડ પ્રોજેક્ટમાં જે કુલ એનર્જી વપરાશમાં લેવાય તેમાંથી મહત્તમ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય તેવું આયોજન કરવા મહાનગરપાલિકાઓને સૂચવવામાં આવ્યું છે.

આ ગ્રીન રીંગ રોડ વિકાસ માટેના પ્રોજેક્ટની જટિલતા અને સ્કેલ ધ્યાનમાં લઈને ગ્રીન રિંગ રોડ પ્રોજેક્ટના અમલીકરણ માટે રાજ્ય સરકારની વખતોવખતની ગાઇડલાઇન અને નિયત થયેલી SOP મુજબ કરવાનું રહે છે. પ્રોજેક્ટ સંબંધિત ડી.પી.આર.ની ટેકનિકલ અને એન્વાયરમેન્ટલ સમીક્ષા પણ હાથ ધરવાની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી દ્વારા સ્માર્ટ સસ્ટેનેબલ સીટીઝ નિર્માણનું જે વિઝન આપ્યું છે તેને આ મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજના ક્લાઇમેટ રિઝિલિઅન્ટ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નવી દિશા આપશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

ગુજરાતમાં ૩૦૦ નવી MBBS બેઠકોનો વધારો: રાજ્યમાં મેડિકલ સીટોનો કુલ આંકડો 7,500 પર પહોંચ્યો Breakthrough

ગુજરાતમાં 300 નવા MBBS સીટનો વધારો, રાજ્યમાં કુલ બેઠકો 7,500 થઈ ગુજરાતના મેડિકલ શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાનગી મેડિકલ કોલેજોમાં 300 નવી MBBS બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ ગુજરાતમાં MBBS અભ્યાસક્રમની કુલ બેઠકોની સંખ્યા વધીને આશરે 7,500 થઈ ગઈ છે. મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણયને મહત્વપૂર્ણ તક તરીકે જોવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મેડિકલ શિક્ષણની સુવિધાઓ અને બેઠકોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અને ડોક્ટર બનવાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને મેડિકલ કોલેજોમાં બેઠકો વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હવે ખાનગી મેડિકલ કોલેજોમાં 300 બેઠકો વધતા વધુ વિદ્યાર્થીઓને MBBSમાં પ્રવેશ મેળવવાની તક મળશે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે વધશે તક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *