Banaskantha: મંત્રી ઈશ્વરસિંહ પટેલે કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન અને દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લીધી
પ્રવીણસીહ વાધેલા, બનાસકાંઠા/ રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પાલનપુર તાલુકાના કુશકલ ગામે આવેલ કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન-04ની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મંત્રીએ દાંતીવાડા ડેમ તેમજ ડેમ આધારિત બી.કે.–5 જૂથ પાણી પુરવઠા યોજનાના દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લઈ પ્રોજેક્ટની કામગીરી અંગે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિ, ટેકનિકલ વ્યવસ્થાઓ તેમજ ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. 1200 કરોડના ખર્ચે ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા મુખ્ય નહેર આધારિત કસરા–દાંતીવાડા પાઈપલાઈન દ્વારા રૂ.1200 કરોડના ખર્ચે ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી યોજના હવે પૂર્ણતાના આરે છે…







