Gujarat : માત્ર ₹5,400માં સોલાર સિસ્ટમ! ગુજરાત સરકારની 90% સુધી સબસિડી… Affordable

માત્ર ₹5,400માં લગાવો સોલાર સિસ્ટમ! Gujaratસરકારની 90% સુધીની સબસિડી, ગ્રામસેવકોનું પ્રવાસ ભથ્થું પણ વધાર્યું ગાંધીનગર: Gujarat સરકારની કેબિનેટ બેઠકમાં સામાન્ય પરિવારો અને ગ્રામસેવકો માટે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રૂફટોપ સોલાર સિસ્ટમ પર વધારાની સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી પાત્ર સામાન્ય કેટેગરીના પરિવારોને 1 કિલોવોટની સોલાર સિસ્ટમ માટે માત્ર ₹5,400નો ફાળો આપવો પડશે, જ્યારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના પાત્ર પરિવારોનો ફાળો માત્ર ₹2,700 રહેશે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ યોજનાથી 3 લાખથી વધુ પરિવારોને લાભ મળવાની શક્યતા છે અને તેના માટે આશરે ₹1,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યના ગ્રામસેવકોનું માસિક પ્રવાસ ભથ્થું ₹1,850થી વધારીને ₹2,700 કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.…