ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો ધમધમાટ, થોડા સમયમાં થઈ શકે છે જાહેર

B INDIA અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. 23 જાન્યુઆરી 2025 સુધીમાં મતદાન મથકોને આખરી ઓપ અપાશે. સાથે સાથે 27 જાન્યુઆરી 2025 સુધીમાં સંવેદનશીલ મથકોની યાદી તૈયાર કરાશે. તો ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં મતદાનની શકયતાઓ પણ સેવાઈ રહી છે.રાજ્યની 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં 27 ટકા OBC અનામતને આધારે બેઠકો ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ચૂંટણી આયોગ દ્વારા 15 દિવસમાં મતદારની યાદી જાહેર કરવામાં આવે તેવુ પણ માનવામાં આવ્યુ છે. રાજ્યમાં 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત તેમજ 7000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ટલ્લે ચડી છે.…