ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ, પસંદગીનો કળશ કયા નેતા પર ઢોળાશે ?
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થયા બાદ નવા ભાજપ પ્રદેશ પ્રમુખની ટુંક સમયમાં નિયુક્તિ થશે, પરંતુ હજુ સુધી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈને કોકડું ગૂંચવાયેલું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ માથે આવીને ઉભી છે. ત્યારે હવે સચિવાલયમાં જે પ્રમાણે ચર્ચાઓ ચાલી રહી છે, એ પ્રમાણે હવે તાલુકા-જિલ્લા પંચાયતની તેમજ અમુક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખના નામ અંગેની સ્પષ્ટતા થઈ જશે.ભાજપના નવા પ્રમુખ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાના નામ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી હતી. હાલમાં વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલના નામો પણ ચર્ચામાં ચાલી રહ્યા છે. પરંતુ હંમેશાથી ભાજપની કાર્યપધ્ધતિ ચાલતી આવી છે કે જે નામો પર ચર્ચાઓ ચાલી…







