💰 “સોના-ચાંદીના ભાવમાં હલચલ
આજે સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ફેરફાર, ખરીદદારોની નજર બજાર પર સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. કિંમતોમાં આવેલા આ ઉતાર-ચઢાવને કારણે રોકાણકારો, ઝવેરી વેપારીઓ તેમજ ઘરેણાં ખરીદવાની યોજના બનાવનારા લોકોની નજર બજાર પર ટકેલી છે. ખાસ કરીને લગ્નસરા અને તહેવારોની સિઝન નજીક આવતાં કિંમતોમાં થતો દરેક બદલાવ ખરીદીના નિર્ણયો પર સીધી અસર કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ, ડોલરની મજબૂતી કે નબળાઈ, વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, વ્યાજદર સંબંધિત નિર્ણયો અને ભૂરાજકીય ઘટનાઓ જેવી બાબતો સોના-ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે. તેથી સ્થાનિક બજારમાં પણ દરરોજ કિંમતોમાં વધારો અથવા ઘટાડો જોવા મળે છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રોકાણ કરતા પહેલા માત્ર આજના ભાવ જ નહીં પરંતુ લાંબા ગાળાના વલણ પર પણ ધ્યાન…
શેરબજારમાં મોટો કડાકો… જાણો સેન્સેક્સ, નિફ્ટી અને સોના-ચાંદીની સ્થિતિ
મંગળવારનો દિવસ શેરબજારના રોકાણકારો માટે ખરાબ સાબિત થયો. ઘટાડા સાથે ખુલેલું બજાર થોડી જ વારમાં તૂટી પડ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરનો સેન્સેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે 2 વાગ્યા સુધીમાં 1,350 થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો. નિફ્ટીમાં પણ 300થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો, જેના કારણે રોકાણકારોના લાખો કરોડ રૂપિયાનું ધોવાણ થયું. અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે માત્ર શેરબજાર જ નહીં , પરંતુ કોમોડિટી માર્કેટમાં પણ નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી રહી છે. જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં અચાનક તીવ્ર ઘટાડો (ગોલ્ડ રેટ ફોલ) થયો છે, ત્યારે ચાંદીના વાયદાના ભાવ ક્યારેક ઘટાડા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે, તો ક્યારેક ગ્રીન ઝોનમાં કૂદકા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ-નિફ્ટીમાં ત્વરિત કડાકો ચાલો…
સોના-ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી, એક જ દિવસે ચાંદીમાં ₹17,000નો ઉછાળો
મજબૂત વૈશ્વિક વલણો અને નબળા ડોલરની અસર હેઠળ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં છ ટકાથી વધુ ઉછાળો આવી રૂપિયા 2.72 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે, જ્યારે સોનાના ભાવમાં પણ લગભગ એક ટકાનો વધારો નોંધાયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, ચાંદીનો ભાવ શુક્રવારના બંધ ભાવ રૂપિયા 2,55,000 પ્રતિ કિલોગ્રામથી રૂપિયા 17,000 અથવા 6.66 ટકાની તેજી સાથે રૂપિયા 2,72,000 પ્રતિ કિલોગ્રામ થયો છે. તે જ સમયે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું રૂપિયા 1,300 અથવા 0.83 ટકા વધીને રૂપિયા 1,58,500 પ્રતિ 10 ગ્રામ થયું છે. અગાઉના સત્રમાં સોનું રૂપિયા 1,57,200 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ…
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, સોનું ₹1,62,000ને સ્પર્શ્યું
બુધવારે રાત્રે એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે યુદ્ધના તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણની દિશા તરફ વળ્યા છે, જેના પરિણામે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹31,000નો ઉછાળો નોંધાયો. તેની સાથે ચાંદીનો ભાવ ₹3,75,000 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. બજારના નિષ્ણાતો જણાવે છે કે આ તેજી અત્યંત અપ્રતિમ છે અને આગામી સમયમાં ચાંદી ₹૪ લાખની સપાટી પણ સ્પર્શી શકે છે. સોનામાં 5% જેટલો જંગી ઉછાળો સોનામાં એક જ સેશનમાં ₹8,000નો વધારો જોવા મળ્યો, જે ટકાવારી પ્રમાણે લગભગ 5% જેટલો છે. આ ઉછાળાના કારણે સોનું 10 ગ્રામ માટે ₹1,62,000 ની સપાટી સુધી પહોંચી ગયું છે. આ તેજી પાછળના…













