ગુજરાત ઉદ્યોગ વિકાસમાં અગ્રેસર – દેશ-વિદેશના રોકાણકારો માટે બની રહ્યું છે વિશ્વાસનું સૌથી મજબૂત કેન્દ્ર.
ઉદ્યોગ રોકાણ માટે ગુજરાત બન્યું પસંદગીનું રાજ્ય, દેશ-વિદેશની કંપનીઓ નવા રોકાણ માટે ઉત્સુક ભારતના સૌથી ઝડપી વિકાસ પામતા રાજ્યોમાં ગુજરાત આજે ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અગ્રણી સ્થાન ધરાવે છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, વિશ્વસ્તરીય સુવિધાઓ અને વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણને કારણે દેશ-વિદેશની અનેક કંપનીઓ ગુજરાતમાં નવા પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે રસ દાખવી રહી છે. રોકાણકારો માટે અનુકૂળ માહોલ ગુજરાતમાં સરળ વ્યવસાય પ્રક્રિયા, પારદર્શક વહીવટ, મજબૂત કાયદો-વ્યવસ્થા અને ઝડપી મંજૂરી પ્રણાલીએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. રાજ્યમાં ઔદ્યોગિક પાર્ક, વિશેષ આર્થિક ઝોન (SEZ), GIDC એસ્ટેટ્સ અને આધુનિક લોજિસ્ટિક્સ નેટવર્ક ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂત વ્યવસ્થા ગુજરાત પાસે દેશના સૌથી મોટા બંદરોનું જાળું, ઉત્તમ રોડ અને રેલ કનેક્ટિવિટી તેમજ વિશ્વસ્તરીય એરપોર્ટ સુવિધાઓ છે. આ ઉપરાંત…
રાજકોટના છાપરામાં ફૂડ પાર્ક થયું લોન્ચ : ભારતના ફૂડ પ્રોસેસિંગ નકશામાં સૌરાષ્ટ્રને મજબૂત સ્થાન અપાવશે ફૂડ પાર્ક
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની નોડલ એજન્સી, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટના છાપરા ગામમાં સ્થાપિત થનારા નવા એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ થતાં સૌરાષ્ટ્રના કૃષિ ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. આ પહેલ રાજ્યના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રની હાલની મૂલ્ય શૃંખલાને મજબૂત કરવા અને નોંધપાત્ર રોકાણ આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા એક વ્યૂહાત્મક પગલું છે. GIDC ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોની વ્યવસ્થિત સ્થાપના અને સંગઠન સુનિશ્ચિત કરવા જરૂરી માળખાકીય સુવિધાઓ જેમકે, રસ્તા, પાણી, વીજળી, વેરહાઉસ, તાલીમ કેન્દ્રો, કલ્વર્ટ, ઓવરબ્રિજ જેવી આધુનિક ટેક્નોલોજીની સાથોસાથ ઉદ્યોગક્ષેત્રનું સુઘડ સંગમ આ ફૂડ પાર્ક દ્વારા સાકાર થવાનો છે. ગુજરાત આજે દેશના ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણીઓમાં સ્થાન ધરાવે છે. કેળા, બટાટા, બાજરી અને ભીંડા જેવા પાકોના કુલ 20…
Banaskantha: ડીસા GIDCમાં મોતનું તાંડવ, ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં 19 લોકોએ ગુમાવ્યા જીવ
રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અ દરમિયાન બનાસકાંઠામાં આગની વધુ એક ઘટના સામે આવી છે. ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 19 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો ફેક્ટરીમાં કામ કરતા કામદારો હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે , બાજુમાં આવેલું ગોડાઉન ધરાસાશી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો.મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી…









