ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26 મી બેઠક થઇ સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી કે, બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે.

વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે.

આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની પણ કાળજી લેવા વન વિભાગને સૂચનો કર્યા હતા.

તેમણે આ હેતુસર ઇકો ટુરિઝમને વેગ આપવા સાથે વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવાના દિશાનિર્દેશો બેઠકમાં આપ્યા હતા. ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળી સમક્ષ અભયારણ્ય/નેશનલ પાર્કમાં રોડ-રસ્તા, પાણી પુરવઠા, ઓપ્ટિકલ ફાઇબર, રિન્યૂએબલ એનર્જી, પાવર માટે ટ્રાન્સમિશન લાઈન વગેરે બાબતોની 18 જેટલી વિવિધ દરખાસ્તો આ બેઠકમાં મંજૂરી માટે મૂકવામાં આવી હતી.

ધારાસભ્યો સર્વશ્રી મહેશ કસવાલા, દેવાભાઈ માલમ, માલતીબેન મહેશ્વરી વગેરેએ સહભાગી થઈને વન્યજીવ સૃષ્ટિ સંરક્ષણ માટેના સૂચનો કર્યા હતા. વન્ય પ્રાણી સૃષ્ટિના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહે આ બેઠકનું સંચાલન કર્યું હતું.

આ બેઠકમાં વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. એ.પી. સિંઘ સહિત અગ્ર મુખ્ય વન સંરક્ષકઓ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…