છારી-ઢંઢ વેટલેન્ડ ખાતે આવતું આ પ્રવાસી પક્ષી દુનિયાભરનાં પક્ષીરસિકોનું છે આકર્ષણનું કેન્દ્ર, જાણો વિગત

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી: કચ્છ જિલ્લાનાં છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વને તાજેતરમાં રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. આ વેટલેન્ડની આસપાસ 283 થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, પરંતુ અહીં જોવા મળતા કેટલાક દુર્લભ અને પ્રવાસી પક્ષીઓ દુનિયાભરનાં પ્રવાસીઓને આકર્ષે છે. આ પક્ષીઓમાં ગ્રે હાયપોકોલિયસ મુખ્ય આકર્ષનું કેન્દ્ર છે. ગુજરાતીમાં તેને ‘મશ્કતી લટોરો’ કહે છે.

ગ્રે હાયપોકોલિયસ (Hypocolius ampelinus) સૌથી વિશિષ્ટ અને આકર્ષક પક્ષી છે. પાતળી કાયા ધરાવતું આ પક્ષી ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સુકા વિસ્તારોમાં પ્રજનન કરે છે અને 1990થી કચ્છનાં છારી-ઢંઢનાં જળપ્લાવિત વિસ્તારમાં શિયાળો ગાળવા આવે છે.

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, ગ્રે હાયપોકોલિયસ સામાન્ય રીતે સુકા ઝાડીવાળા વિસ્તારો, રણપ્રદેશ અને નજીકના ખેતી વિસ્તારોમાં જોવા મળે છે. તે મોટાભાગે નાના જૂથોમાં જોવા મળે છે અને ફળાઉ વૃક્ષો તથા ઝાડીઓનાં ફળો-બોર તેનો આહાર છે.ખાસ કરીને, પીલુડીનાં પીલું તેના અતિ પ્રિય છે. શિયાળાના મહિનાઓમાં દુનિયાભરના પક્ષીપ્રેમીઓ અને સંશોધકો આ દુર્લભ પ્રવાસી પક્ષીને જોવા છારી-ઢંઢ અચૂક આવે છે.

પક્ષી નિરીક્ષકો જણાવે છે કે ગ્રે હાયપોકોલિયસ ઑક્ટોબર-નવેમ્બર દરમિયાન ફુલાય ગામનાં ઝાડીવાળા જંગલોમાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલ સુધી અહીં રહે છે. આ પક્ષી મુખ્યત્વે Salvadora persicaના પાકેલા બેરીઝ—સ્થાનિક રીતે ‘પિલુડી’ અથવા ‘ખારી જાર’—પર નિર્ભર રહે છે. આ ઉપરાંત, તે ‘ટાંકરા’ નામના ઓળખાતા છોડના ફૂલનાં બોર પણ ખાય છે.

ગ્રે હાયપોકોલિયસને જોવા માટે આ શ્રેષ્ઠ સ્થળ
એક સંશોધન નોંધ પ્રમાણે, 22 અને 23 માર્ચ 1960ના રોજ કચ્છનાં મોટા રણમાં કૂઆર બેટમાંથી ગ્રે હાયપોકોલિયસના બે નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 23 જાન્યુઆરી 1990ના રોજ પક્ષિવિદ્ એસ. એન. વરુએ બન્નીનાં ઘાંસિયા મેદાનોમાં આવેલા ફુલાય ગામ ખાતે એક માદા ગ્રે હાયપોકોલિયસનું જોયુ હતુ. તેના આ નિરીક્ષણને એક મહત્વપૂર્ણ પુનઃશોધ માનવામાં આવે છે. છારી-ઢંઢ વેટલેન્ડમાં ગ્રે હાયપોકોલિયસને જોવા માટે આ સૌથી વિશ્વસનીય અને શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે, જેના કારણે તે વૈશ્વિક પર્યટકો, પક્ષીપ્રેમીઓ અને વન્યજીવન ફોટોગ્રાફરો માટે મુખ્ય આકર્ષણ બની ગયું છે.

આ ઉપરાંત, વ્હાઇટ-નેપ્ડ ટિટ (Machlolophus nuchalis) પક્ષીને જોવા માટે પ્રવાસીઓ આવે છે. આ પક્ષી દુનિયાભરમાં માત્ર ભારતમાં જ જોવા મળે છે અને ભારતમાં પણ સૌથી વધુ કચ્છમાં જ જોવા મળે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

-> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…