Gandhinagar મનપા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 5 વોર્ડના 19 ઉમેદવારોના નામ જાહેર, Clear Stand
Gandhinagar મનપા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 5 વોર્ડના 19 ઉમેદવારોના નામ જાહેર, OBC અને મહિલા ચહેરાઓને સ્થાન Gandhinagar મહાનગરપાલિકા ચૂંટણી-2026ને લઈને રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પ્રથમ તબક્કામાં કુલ 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉમેદવારો ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 3, 8, 9 અને 10માંથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસની જાહેર કરાયેલી યાદીમાં મહિલા ઉમેદવારો ઉપરાંત OBC, પાટીદાર અને દલિત સમાજના ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હવે બાકીના વોર્ડ માટે કોંગ્રેસની આગામી યાદી ક્યારે જાહેર થાય છે તેના પર રાજકીય વર્તુળોની નજર છે. -> વોર્ડ નંબર 1થી ચાર ઉમેદવારો : કોંગ્રેસની પ્રથમ…






