બિહાર : ભાગલપુરમાં ગંગા નદીમાં 21 શ્રમિકો સાથે બોટ પલટી : 19નો બચાવ, 2 લાપતા
બિહારના ભાગલપુર જિલ્લામાં બુધવારે ગંગા નદીમાં એક મોટી બોટ દુર્ઘટના સર્જાતા ખળભળાટ મચી ગયો હતો. નવગછિયા વિસ્તારમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે જઈ રહેલા 21 શ્રમિકોને લઈને જળ સંસાધન વિભાગની બોટ અચાનક તેજ પ્રવાહમાં પલટી ગઈ હતી. દુર્ઘટના બાદ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી. અત્યાર સુધીમાં 19 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બે શ્રમિકો હજુ પણ લાપતા છે. SDRFના ગોતાખોરો દ્વારા બંને લાપતા શ્રમિકોની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બપોરે 2:30 વાગ્યે બની બોટ દુર્ઘટના મળતી માહિતી પ્રમાણે, નવગછિયાના રાઘોપુર વિસ્તારમાં પાળ તૂટ્યા બાદ પૂર રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે જળ સંસાધન વિભાગ સાથે જોડાયેલા શ્રમિકો બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ…
🌧️ ભારે વરસાદથી તાપી ઠપ્પ! અનેક બ્રિજ પાણીમાં ડૂબ્યા
તાપી જિલ્લામાં ભારે વરસાદ બાદ 26 રસ્તા બંધ – લો-લેવલ બ્રિજ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરાયો ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે તાપી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે અનેક નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. તેના પરિણામે જિલ્લામાં કુલ 26 રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. મળતી માહિતી મુજબ, અનેક લો-લેવલ બ્રિજ અને કોઝવે પર પાણી ફરી વળતાં સુરક્ષાના કારણોસર વાહનવ્યવહારને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસને લોકોને જોખમ ન લેવા અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવાની અપીલ કરી છે. ભારે વરસાદને કારણે કેટલાક ગામોનો સંપર્ક મુખ્ય માર્ગો સાથે અસ્થાયી રીતે ખોરવાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું…









