દિલ્હીમાં AI સમિટમાં યુવા કોંગ્રેસના શર્ટલેસ વિરોધ પ્રદર્શન પર FIR નોંધાઈ, ચાર કાર્યકરોની ધરપકડ

દિલ્હી પોલીસે Indian Youth Congressના ચાર કાર્યકરોને AI ઇમ્પેક્ટ સમિટમાં શર્ટલેસ વિરોધ પ્રદર્શન કરવા અંગે FIR નોંધતા કડક કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પર જાહેર સેવક પર હુમલો, આદેશનો અનાદર, ગેરકાયદેસર સભા અને પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. કેસ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 61(2) હેઠળ નોંધાયો છે. ધરપકડ કરાયેલા કાર્યકરો – કૃષ્ણ હરિ – બિહારના રાષ્ટ્રીય સચિવ – કુંદન યાદવ – બિહારના રાજ્ય સચિવ – અજય કુમાર – ઉત્તરપ્રદેશના પ્રદેશ પ્રમુખ -નરસિંહ યાદવ – તેલંગાણાના કાર્યકર ઘટના વિગતવાર શુક્રવારે સવારે, અંદાજે 10 કાર્યકરો પોતાના શર્ટ ઉતારીને હોલ નં.5ના લોબી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક આરોપીઓએ સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ સાથે ઝપાઝપી કરી. પોલીસકર્મીઓએ બધા વિરોધકારીઓને અટકાવી, FIR નોંધાઈ અને ચાર આરોપીઓ આજે…

પુસ્તક વિવાદ બાદ જનરલ મુકુંદ નરવણે પહેલીવાર આપી સ્પષ્ટતા, માત્ર 7 શબ્દોમાં

પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા *‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’*ને લઇને છેલ્લા કેટલાક દિવસથી રાજકીય અને જાહેર ચર્ચા ગરમ છે. આ વિવાદ વચ્ચે જનરલ નરવણે પોતે પહેલીવાર સામે આવ્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સંક્ષિપ્ત, પરંતુ મહત્વપૂર્ણ પોસ્ટ કરી છે. જનરલ નરવણે લખ્યું: “પુસ્તક હજી પ્રકાશિત થયું નથી”, જે માત્ર 7 શબ્દોમાં સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરે છે. તેમણે સાથે જ પ્રકાશક પેંગ્વિન ઇન્ડિયાની પોસ્ટને રીપોસ્ટ કરીને પરોક્ષ રીતે સ્વીકાર્યો છે કે પુસ્તક હજી દુકાનોમાં ઉપલબ્ધ નથી. આ પ્રતિક્રિયા એવા સમયે સામે આવી છે જ્યારે પુસ્તકના કન્ટેન્ટને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો. પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ હજી પ્રકાશિત થયું નથી, અને ડિજિટલ…